🔥 ट्रेंडिंग मेघालय सरकार ने शिलांग परिसर में बने म... अस्मिता दे ने कॉमनवेल्थ गेम्स में भारत... बिगी और टिप्रा मोथा गठबंधन से तैयार, त... भूपेश बघेल ने सोलन में 2 घंटे में छतरप... आचार्य डॉ. विक्रमादित्य पर आजतक की रिप... हिमाचल प्रदेश में भारी बारिश से 145 सड...
07 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાયાવદરમાં ખેડૂત આગેવાન દ્વારા CM ને આવેદનપત્ર પાઠવ્યું

✍️ रिपोर्टर: Vijay Radiya 🗓 07 अग. 2026, 12:04 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાયાવદરના ખેડૂત આગેવાન ખેડૂતોના પ્રશ્નને લઈ CM ને સંબોધીને આપ્યું આવેદન




ઉપલેટા તાલુકાના ભાયાવદર ખેડૂતોએ આપ્યું આવેદન ખેતરમાં વીજપોલનુંચાર ગણું વળતર આપવા સહિતની માગણી પેન્ડિંગ
નાની સિંચાઈ પિયત સહકારી મંડળીના આગેવાન મોટીપાનેલીના નેજા હેઠળ પ્રમુખ વલ્લભભાઈ માકડિયાની આગેવાની નીચે ખેડૂતોની વિવિધ પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અને ઉકેલ માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્ય તેમજ ક્લેક્ટરને લેખિત સંબોધીને આવેદન આપી આ સમસ્યાના ઉકેલ માટે નાયબ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

કિસાનોએ આ તકે ખેતરમાં નાખવામા આવતા વીજ થાંભલાનું ચાર ગણું વળતર આપવું અને ઉપલેટાની જેમ ટેકાના ભાવે ખરીફ પાક તેમજ રવિ પાકનું કાયમી ધોરણે ખરીદ કેન્દ્ર ભાયાવદર ગામમાં શરૂ કરવામાં આવે ખેડૂતોની નાયબ મામલતદારને રજૂઆત

કરવામાં આવી તથા ખાતર, જંતુનાશક દવા, બિયારણ, ટ્રેકટર, ખેતઓજારો તેમજ ખેત ઉપયોગી તમામ વસ્તુઓમાં લાગતા ટેક્સને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે અને ધોરાજી ઉપલેટા વિસ્તારના ભાયાવદર તથા ગ્રામ્ય કક્ષાએ વેચાતા ડુપ્લીકેટ ખાતર તથા બિયારણના ગોરખધંધા બંધ થાય,

ખેડૂતોનું ફાર્મર રજિસ્ટર થયેલું ન હોવાથી સરકાર દ્વારા મળતી કોઈપણ સહાય બાબતે મુશ્કેલી થતી હોવાથી આઈ ખેડૂત પોર્ટલમાં તાત્કાલિક ઘટતું કરવા જેવી માંગણીઓ મૂકીને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે આ સમસ્યાઓનો તાકીદે નિવડો લાવવો જરૂરી છે.


રિપોર્ટર વિજય રાડીયા ઉપલેટા
📲Get App