🔥 TRENDING Ramlila in Mohali showcases Ravana’s A... State Karate Championship Begins in Mo... Uncontrolled Stubble Burning Persists... Indian and UAE soldiers conduct joint... Study Finds Over 35,000 Children in Ut... Uttarakhand CM Pushkar Singh Dhami Ope...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત એરપોર્ટ પર CISF જવાનની સમયસૂચકતા: હાર્ટ એટેકથી બેભાન થયેલા કર્મચારીનો જીવ બચાવ્યો
Local

સુરત એરપોર્ટ પર CISF જવાનની સમયસૂચકતા: હાર્ટ એટેકથી બેભાન થયેલા કર્મચારીનો જીવ બચાવ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:12 AM 👁 44
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા બેભાન થયેલા ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીને CISFના જવાન દ્વારા તાત્કાલિક CPR આપી બચાવી લેવાયા હતા. આ ઘટનાએ એરપોર્ટ પરિસરમાં જવાનની સમયસૂચકતા અને ફરજનિષ્ઠાની પ્રશંસા જગાવી છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા એક ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારી માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાન દેવદૂત સાબિત થયા છે. ફરજ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા બેભાન થઈ ગયેલા કર્મચારીને CISFના જવાન દ્વારા સમયસૂચકતા વાપરીને સેકન્ડોની અંદર CPR આપી તેનો જીવ બચાવી લેવાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે એરપોર્ટ પરિસરમાં જવાનની સમયસૂચકતા અને ફરજનિષ્ઠાની પ્રશંસા થઈ રહી છે.

આ ઘટના ગાંધી જયંતીના દિવસે સુરત એરપોર્ટના એપ્રન એરિયામાં બની હતી. જ્યારે રોજિંદી કામગીરી ચાલી રહી હતી, ત્યારે સ્ટ્રીમહાઉસ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી મનોજભાઈ પવાર સ્ટાફ ગેટ નજીક કામ કરી રહ્યા હતા. અચાનક તેમને કાર્ડિએક અરેસ્ટ આવતા તેઓ જમીન પર ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા હતા. કર્મચારી અચાનક ઢળી પડતાં આસપાસના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટના સમયે નજીકમાં જ પ્રોફાઈલિંગ ડ્યુટી પર તહેનાત CISFના હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમારની નજર બેભાન થયેલા કર્મચારી પર પડી હતી. તેમણે પરિસ્થિતિની ગંભીરતા પારખીને એક પણ ક્ષણનો સમય ગુમાવ્યા વિના તાત્કાલિક દોડીને કર્મચારી પાસે પહોંચ્યા હતા અને તેમને પ્રાથમિક સારવાર તરીકે સીપીઆર આપવાનું શરૂ કરી દીધું હતું. તેમના આ સત્વરે પગલાં ભરવાને કારણે કર્મચારીનો જીવ બચી ગયો હતો.
📲Get App