🔥 TRENDING চিল্কিগড়ের কনক দুর্গা: ৫০০ বছরের অলৌকি... চিল্কিগড়ের কনক দুর্গা: ৫০০ বছরের অলৌকি... Jagdish Jhinda Calls for All‑India Gur... Ludhiana Youth Stabbed to Death Over E... Jalandhar Residents Confront Councilor... Bike rider killed in Jalandhar after c...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Chekig

✍️ Reporter: Sabir Haji 🗓 02 Oct 2026, 09:52 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું
કચ્છ:
કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મરીન કમાન્ડો દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવીને દરિયામાં બોટોનું પરિણામલક્ષી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ સ્થાનિક માછીમારોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે જો દરિયામાં કોઈ પણ શંકાસ્પદ બોટ કે અજાણ્યા વ્યક્તિઓ જોવા મળે તો તુરંત જ તેની જાણ સુરક્ષા કર્મચારીઓને કરવી.
કયા કયા વિસ્તારોમાં ચેકિંગ ચાલી રહ્યું છે?
મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા જખૌ બંદર, યક્ષ મંદિર, ખિદ્રત ટાપુ અને ભારત સોલ્ટ સહિતના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઉપરાંત, સિકુડી બીચથી લઈને શિયાળબારી સુધીના સમગ્ર દરિયાઈ પટ્ટા પર વિશેષ પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.
દરિયાઈ માર્ગે કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે સુરક્ષા દળો દ્વારા સમગ્ર કિનારા પર કરડી નજર રાખવામાં આવી રહી છે.
📲Get App