🔥 ट्रेंडिंग पंचायत आम चुनाव 2026 मतदान दलों में न... झारखंड उच्च न्यायालय ने पूर्व पत्नी को... झारखंड के शिखर मोहन: 21 वर्षीय लेफ्ट-ह... झारखंड के न्यायालय ने फैसला दिया: FIR... दिल्ली ने केंद्रीय क्षेत्र में भारी जा... बीजेपी मंत्री राजीव चंद्रशेखर ने कहा,...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત: હોટેલ-રેસ્ટોરન્ટના કિચનમાં CCTV ફરજિયાત, મનપાએ આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 अक्टू. 2026, 03:37 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાએ શહેરની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટને તેમના કિચનમાં CCTV કેમેરા લગાવવા અને તેનું લાઇવ સ્ટ્રીમિંગ ગ્રાહકોને દર્શાવવા માટે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. નિયમનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટના કિચનમાં CCTV કેમેરા લગાવવા અને તેનું લાઇવ સ્ટ્રીમિંગ ગ્રાહકોને દર્શાવવા માટે 7 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં અંદાજે 1500 જેટલી નાની-મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ કાર્યરત છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 100થી 150 હોટેલોએ જ આ નિયમનું પાલન કર્યું છે. મનપા તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આગામી 7 દિવસની અંદર જો બાકીની તમામ હોટેલો આ વ્યવસ્થા ઊભી નહીં કરે, તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીને તેમનું લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે.

મનપા કમિશનરને જાહેર જનતા તરફથી એવી અનેક ફરિયાદો મળી હતી કે ઘણી હોટેલોના કિચનમાં ગંદકી અને બિન-આરોગ્યપ્રદ વાતાવરણ વચ્ચે ખોરાક બનાવવામાં આવે છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને, મનપા દ્વારા આદેશ કરાયો છે કે રસોઈ કઈ ગુણવત્તા અને સ્વચ્છતા સાથે તૈયાર થાય છે તે ગ્રાહકો પોતાની નજરે જોઈ શકે તે માટે બેઠક વ્યવસ્થા (ડાઇનિંગ એરિયા) પાસે ટીવી કે એલઈડી સ્ક્રીન લગાવવી ફરજિયાત છે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાતરી આપવાનો છે. ગ્રાહકો ટેબલ પર બેસીને જ કિચનની પ્રવૃત્તિઓનું સીધું પ્રસારણ જોઈ શકશે, જેથી ખાદ્ય સુરક્ષા બાબતે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને ગ્રાહકોને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તેની ખાતરી થાય.
📲Get App