🔥 TRENDING Election Commission pushes back claim... Delhi to Enforce Pollution Under Contr... 30-year-old missing after boat capsize... Thief steals ₹80,000 and wedding jewel... Supreme Court Orders Jaipur Chief Secr... વડાપ્રધાન મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં બે ચર્ચમાં ચોરી: CCTV ફૂટેજથી અજાણ્યો ચોર ઝડપાયો

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:44 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં લાલગેટ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા બે જાણીતા ચર્ચમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો છે. CCTV ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ચોરને ઝડપી પાડ્યો છે.

સુરત શહેરમાં લાલગેટ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા બે જાણીતા ચર્ચમાં થયેલી ચોરીની ઘટનાઓએ ભારે ચકચાર જગાવી હતી. ગત 14 સપ્ટેમ્બરે લાલગેટ વિસ્તારના CNI ક્રાઈસ્ટ ચર્ચમાંથી પાછળની બારી તોડીને પ્રવેશ કરી, ઓફિસમાંથી 36 હજાર રોકડા અને મ્યુઝિક સિસ્ટમ સહિત કુલ 46 હજારની ચોરી થઈ હતી. ત્યારબાદ 23મી સપ્ટેમ્બરે અઠવાલાઇન્સના 'અવર લેડી ઓફ માઉન્ટ કારમેલ ચર્ચ'માંથી પણ 40 હજાર રૂપિયાની રોકડ ચોરાઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ ચોર પ્રાર્થના કરવાના બહાને ચર્ચમાં પ્રવેશ કરી, દાનપેટીમાં દાન નાખી રેકી કરતો હતો અને રાત્રિના સમયે તિજોરીઓ સાફ કરતો હતો.

ધાર્મિક સ્થાનો પર થયેલી આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ હતી. પોલીસે બંને ચર્ચ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા અનેક CCTV કેમેરાના ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, એક શંકાસ્પદ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ CCTVમાં કેદ થઈ હતી, જે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે.

CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે મોબાઈલ ચોરી સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTVમાં દેખાતા શખ્સનું પગેરું પોલીસે શોધી કાઢ્યું હતું અને આખરે તેને પાલિયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટી સુધી પહોંચીને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીના પગલે ગુનેગારની ચોક્કસ ઓળખ છતી થઈ હતી અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
📲Get App