🔥 ट्रेंडिंग અમદાવાદ: ગોલ્ડી બ્રાર ગેંગનો કુખ્યાત સ... देओघर में नई 750-बेड अस्पताल के साथ स्... जैस्सी-सीजीएल भर्ती घोटाले में जि.सी.आ... JCECEB ने जारी किया ANM 2026 राउंड 2 स... वेल्सपुन कॉर्प ने 4.12 बिलियन डॉलर का... केरल में पीक घंटे में बढ़ती मांग से बि...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદ: ગાડી ટકરાવવાની બાબતમાં સગીર પર દુકાનમાં ઘૂસી હુમલો, CCTVમાં કેદ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 सित. 2026, 01:14 PM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં ગાડી ટકરાવવાની સામાન્ય બાબતે એક 17 વર્ષીય સગીર અને તેના કાકા પર સાતથી આઠ લોકોના ટોળાએ દુકાનમાં ઘૂસી હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં રસ્તા પર ગાડી ટકરાવવાની સામાન્ય બાબતમાં એક 17 વર્ષીય સગીર પર હુમલો થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તા પર થયેલી મારામારી બાદ સાંજના સમયે સાતથી આઠ જેટલા લોકોનું ટોળું દુકાનમાં ઘૂસી આવ્યું હતું.

આ ટોળાએ દુકાનમાં હાજર સગીર અમાન અને તેના કાકા પર ગાળો બોલી માર માર્યો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં ટોળા પૈકી એક વ્યક્તિના હાથમાં હથિયાર જેવી વસ્તુ પણ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હુમલામાં અમાન અને તેના કાકાને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર મામલો કારંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
📲Get App