🔥 TRENDING జీకే వీధిలో వైఎస్సార్సీపీ హవా.. 18 ఎంప... జీకే వీధిలో వైఎస్సార్సీపీ హవా.. 18 ఎంప... ପ୍ରଜ୍ଞାନ ମିଶନ ତରଫରୁ ବ୍ଲକ ସ୍ତରୀୟ ଗୀତା ଆ... दीपावली‑छठ महापर्व पर अररिया में यात्र... NPG News Launches Live Top News Servic... Chhattisgarh Housing Board Sells 7,650...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
CCTV ફૂટેજમાં ચંદન રાઠોડની બાઈક અસ્થિર? અકસ્માત પહેલાંની સ્થિતિ પર પ્રશ્નો
Local

CCTV ફૂટેજમાં ચંદન રાઠોડની બાઈક અસ્થિર? અકસ્માત પહેલાંની સ્થિતિ પર પ્રશ્નો

✍️ Reporter: Alpeshbhai Bhanabhai Rathod 🗓 17 Sep 2026, 11:38 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોમેડી કિંગ ચંદન રાઠોડના અકસ્માત પહેલાંના CCTV ફૂટેજમાં બાઈકનું અસ્થિર નિયંત્રણ દેખાયું, જેનાથી તેમની તબિયત અને અકસ્માતના કારણો અંગે અનેક પ્રશ્નો ઊભા થયા.

કોમેડી કિંગ તરીકે જાણીતા ચંદન રાઠોડ, જેને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે ઓળખવામાં આવે છે, તેમના અકસ્માત પહેલાંના CCTV ફૂટેજમાં બાઈક પર અસ્થિર નિયંત્રણ સાથે જોવા મળ્યા હતા. વિડિયાના દૃશ્યોમાં બાઈકનું સંતુલન થોડું અસ્થિર દેખાય છે, જેનાથી અકસ્માત પહેલાં તેમની તબિયત અંગે ચર્ચા શરૂ થઈ છે.

ફૂટેજમાં દેખાતી કેટલીક ક્ષણોમાં ચંદન રાઠોડ બાઈક ચલાવતા હતા, પરંતુ તેમની નિયંત્રણમાં થોડી અસ્થિરતા જણાય છે. આથી પૂછવામાં આવે છે કે શું અકસ્માત પહેલાં તેમને કોઈ શારીરિક તકલીફ, ચક્કર કે અસ્વસ્થતા અનુભવાઈ હતી, અથવા કોઈ અન્ય કારણસર બાઈકનું સંતુલન બગડ્યું હતું.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ડિપ્રેશન અથવા માનસિક તણાવની પણ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ માત્ર CCTVના આધારે તેઓ ડિપ્રેશનમાં હતા એવું કહેવું યોગ્ય નથી. સત્તાવાર માહિતી અથવા તપાસના તારણો સામે આવ્યા હોય તો જ ચોક્કસ વાત કહી શકાય.

આ CCTV વીડિયો હવે અકસ્માત પહેલાંની પરિસ્થિતિ અંગે મહત્વનો સવાલ ઊભો કરી રહ્યો છે, અને તપાસના પરિણામો માટે રાહ જોવાઈ રહી છે. ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડની યાદો અને તેમનું હાસ્ય હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે.
📲Get App