🔥 ट्रेंडिंग ગણપતિ વિસર્જન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્... चिराग पासवान ने गाया हिंदी गाना, वीडिय... बाबा रामदेव ने प्रेस कॉन्फ्रेंस कर पतं... એશિયન ગેમ્સમાં ભારતને સોફ્ટ ટેનિસમાં મ... સાબરકાંઠા: પરિણીતાની હત્યાના ગુનામાં પ... ઊંઝા-પાટણ રોડ પર કાર અને એક્ટિવાની ટક્...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડગામમાં BSNL સ્ટોર રૂમમાંથી 57 બેટરી ચોરી કરનારા ત્રણને પોલીસ દ્વારા પકડયા..
अपराध

વડગામમાં BSNL સ્ટોર રૂમમાંથી 57 બેટરી ચોરી કરનારા ત્રણને પોલીસ દ્વારા પકડયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 सित. 2026, 08:48 PM 👁 41
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડગામમાં BSNL સ્ટોર રૂમમાંથી 57 નંગ બેટરીની ચોરી થઈ, જેને પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા શોધી ત્રણ આરોપીઓને ધરપકડ કરી..

વડગામમાં આવેલ BSNL સ્ટોર રૂમની બારીની ગ્રિલ તોડી અજાણ્યા વ્યક્તિઓએ 57 નંગ બેટરી ચોરી કરી, જેની અંદાજિત કિંમત 11,400 રૂપિયાની હતી.સ્ટોર રૂમના ચોકીદાર દ્વારા ફરિયાદ નોંધાવા બાદ પોલીસને જાણ મળી..

પોલીસ મથકે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી. ગણતરીના દિવસોમાં અલગ‑અલગ ટીમો બનાવી, ચોર સુધી પહોંચીને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપ્યા અને કસ્ટડીમાં હવાલા કર્યા.

ધરપકડ કરાયેલ વ્યક્તિઓને કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવી. તેઓ છે ભાવેશભાઈ મુકેશભાઈ પરમાર (સેમોદ્રા, પાલનપુર), રાજુભાઈ દયાભાઈ પુરબીયા (વડગામ) અને મુન્નાભાઈ બાબુભાઈ બજાણિયા (વિરમપુર, અમીરગઢ). તેમની પાસેથી ચોરી કરેલ બેટરી અને સંબંધિત સામગ્રી કબજે કરવામાં આવી.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ વ્યક્તિઓએ અન્ય સ્થળોએ પણ સમાન ચોરીઓ કરી છે કે નહીં,તપાસ ચાલુ છે.
📲Get App