🔥 ट्रेंडिंग ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ 'ਤੇ ਮਸ਼ਹੂਰ ਪੰਜਾਬ ਦੇ ਇਸ ਇੰਫਲੂ... येवला-मनमाड रस्त्यावर भीषण अपघात; अनिय... राष्ट्र भारतीय बसव दल के औरद तालुका अध... तृतीय चरण में आठ पंचायत समिति क्षेत्रो... ਚੋਣਾਂ ਤੋਂ ਪਹਿਲਾਂ ਗਠਜੋੜ 'ਤੇ ਸਸਪੈਂਸ, ਸੁਖ... मथुरा - यमुना एक्सप्रेसवे पर हादसा दो...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છની ખાવડા બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ એક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 02 नव. 2026, 04:25 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છની ખાવડા બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ એક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો

ખાવડા-કચ્છ ૦૨/૧૧/૨૦૨૬

કચ્છ જિલ્લાના ખાવડા સેક્ટર ખાતે આવેલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર આજે સવારે ઘૂસણખોરીનો એક પ્રયાસ BSF ના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને સરહદ સુરક્ષા દળ (BSF) એ ઝડપી પાડ્યો છે.

BSF ના જવાનોએ સરહદ પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને તે વ્યક્તિને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. પકડાયેલ વ્યક્તિની પ્રાથમિક પૂછપરછ ખાવડા BSF કેમ્પ ખાતે કરવામાં આવી રહી છે.

આ ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કેમ અને તે કયા ઈરાદાથી ભારતમાં પ્રવેશી રહ્યો હતો તે અંગે BSF અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે, ત્યારે BSFની આ સતર્કતાને કારણે મોટી ઘૂસણખોરી ટળી છે.
📲Get App