🔥 TRENDING Himachal Court Fines Animal Husbandry... राजस्थान पत्रिका के सेल्स एग्जिक्यूटिव... Himachal Pradesh Grants 5% Dearness Al... GBU Students Tour Manufacturing Plant... Young Indian Boxers to Showcase Skills... फरबिसगंज में पहली बार विजयादशमी पर भव्...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: BRTS બસમાં યુવકનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ, સ્થાનિકોમાં આક્રોશ
Local

સુરત: BRTS બસમાં યુવકનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ, સ્થાનિકોમાં આક્રોશ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 24 Aug 2026, 09:40 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

17 ઓગસ્ટે સુરતના ભાઠેના સિદ્ધિવિનાયક મંદિર નજીક BRTS બસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલો યુવક બસ આગળ વધતાં પટકાઈને ગંભીર ઘાયલ થયો, ચાર દિવસની સારવાર બાદ તેનો કરૂણ મૃત્યુ થયું.

સુરતના ભાઠેના સિદ્ધિવિનાયક મંદિર નજીક BRTS બસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલો એક યુવક બસ અચાનક આગળ વધતાં નીચે પટકાયો, અને બસનું ટાયર તેના પગ પર ફરી વળ્યું. બસમાં મુસાફરોનો ભારે ઘસારો હતો, જેના કારણે યુવકને ગંભીર ઘા લાગ્યા. આ સમગ્ર કરૂણ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

17 ઓગસ્ટના રોજ સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું. યુવકને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ બચાવ શક્ય નહોતો.

યુવકના મોતને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે, અને સ્થાનિકોમાં સીટી બસ સેવા અને BRTS તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
📲Get App