Local
સુરતમાં ગણપતિ વિસર્જનને કારણે ૨૫ સપ્ટેમ્બરના રોજ BRTS અને સિટી બસ સેવા બંધ રહેશે
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ એક સૂચના મુજબ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ગણપતિ વિસર્જનના કાર્યક્રમને કારણે શહેરની BRTS અને સિટી બસ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને રાહત દરે BRTS અને સિટી બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલમાં, ૧૦૮ કિમીના ડેડીકેટેડ BRTS કોરીડોર પર ૧૩ રૂટ પર ૩૮૫ BRTS બસો કાર્યરત છે, જ્યારે ૪૫ સિટી બસ રૂટ પર ૪૪૦ બસોનું સંચાલન થાય છે, જે કુલ ૪૧૮ કિમીના રૂટને આવરી લે છે. દૈનિક ધોરણે ૨.૫ લાખથી વધુ મુસાફરો આ સેવાનો લાભ લે છે.
૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ગણપતિ વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને, નાયબ પોલીસ કમિશનરશ્રીના પત્ર ક્રમાંક/આરબી/ટ્રાફિક/૨૪૫૨/૨૦૨૬, તા.૦૨/૦૯/૨૦૨૬ મુજબ, સુરત શહેર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે કેટલીક BRTS અને સિટી બસ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ સ્થગિતતા અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવર બ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ, ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નામાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષબાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દાંડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, ONGC સર્કલ, પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાઠેના સર્કલ, ખરવરનગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ, સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડ લાઇનર સર્કલ, અણુવ્રતદ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રીજ તથા અન્ય વિસ્તારોમાં લાગુ પડશે.
૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ગણપતિ વિસર્જનના કાર્યક્રમને કારણે બસ ઓપરેશન ખોરવાઈ જવાની પૂરી સંભાવના છે, જેના પરિણામે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, વિસર્જન કાર્યમાં કોઈ અડચણ ન આવે અને કોઈ અણબનાવ ન બને તે હેતુથી, સલામતીના કારણોસર ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ તમામ સિટી રૂટો અને BRTS રૂટો પર બસ ઓપરેશન બંધ રાખવામાં આવશે. શહેરીજનોને આ અંગે ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.