🔥 ट्रेंडिंग અમદાવાદમાં નકલી BP દવાનું આંતરરાજ્ય ને... Ambaji સુરતમાં મોટો ધડાકો, બચી ગયેલી વ્યક્તિન... ગુજરાત પોલીસ 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર... सोमनाथ मंदिर बम धमकी આખરે રહસ્ય ખૂલ્યું હત્યા બાદ બળાત્કારન...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સિહોરના ટોડી ગામમાં સિંહનો જીવલેણ હુમલો | ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની હોસ્પિટલ મુલાકાત | Breaking News
स्थानीय

સિહોરના ટોડી ગામમાં સિંહનો જીવલેણ હુમલો | ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની હોસ્પિટલ મુલાકાત | Breaking News

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 06 अग. 2026, 09:26 AM 👁 58
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સિહોર તાલુકાના ટોડી ગામમાં સિંહના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. પશુપાલક શ્રી વિજયભાઈ ગોવિંદભાઈ બલ્યા પર સિંહ દ્વારા જીવલેણ હુમલો થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પાલીતાણા-૧૦૨ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ ગુજરાત સંઘના માનદ મંત્રી શ્રી ભગીરથસિંહ સરવૈયાએ હોસ્પિટલ ખાતે પહોંચી ઘાયલની મુલાકાત લીધી અને તબીબો પાસેથી તેમની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી અને હિંમત આપી.

ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ આ ઘટનાને ગંભીરતાથી લઈ વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા D.F.O. સાથે ટેલિફોનિક ચર્ચા કરી, વન્યજીવોના વસવાટ વિસ્તારની આસપાસ રહેતા ગ્રામજનો અને પશુપાલકોની સુરક્ષા માટે તાત્કાલિક અને જરૂરી પગલાં લેવા રજૂઆત કરી.

આ પ્રસંગે ટોડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વેલુભા ગોહિલ, ઉપસરપંચ શ્રી વાઘજીભાઈ તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.


#Sihor #Todi #LionAttack #Bhavnagar #BreakingNews
📲Get App