🔥 TRENDING Four Dead Including Jharkhand Minister... Mother Performs Last Rites for Missing... ખોખરા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દાર... Yash’s Action Film ‘Toxic’ OTT Release... Final monsoon showers to hit East and... India defeats Chinese Taipei 37-21 to...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Botu valani dadagiri

✍️ Reporter: Sabir Haji 🗓 24 Sep 2026, 12:40 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દ્વારકા: દ્વારકાના જાણીતા રૂપેણ બંદર ખાતે નાના અને ગરીબ માછીમારોની રોજીરોટી પર સંકટના વાદળો ઘેરાયા છે. દરિયા કિનારેથી માત્ર એક જ માઈલના અંતરે મોટી બોટના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે 'ધીરા' (માછલી પકડવાની જાળ/પદ્ધતિ) ફેરવવામાં આવતા નાના માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં 'KRISHNA GODAVARI' (GJ 25 MM 0941) નંબરની બોટ કિનારાની એકદમ નજીક ગેરકાયદેસર રીતે ધીરા ફેરવતી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
સ્થાનિક નાના માછીમારોનો આરોપ છે કે નિયમ મુજબ કિનારા નજીકના વિસ્તારમાં મોટી બોટો કે ધીરા ફેરવવાની મનાઈ હોવા છતાં, મોટી બોટચાલકો દાદાગરી કરીને કિનારાથી માંડ એક માઈલના અંતરે જ ધીરા ફેરવી રહ્યા છે. આ કારણે નાના માછીમારોની જાળીઓ કાપી/તોડી નાખવામાં આવી છે, જેનાથી નાના માછીમારોને આશરે ₹2 લાખ જેટલું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
નાના માછીમારો દ્વારા આંગળી ચિંધીને આ અંગે અગાઉ પણ ચેતવણી અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. છતાં પણ મોટા બોટધારકોની દાદાગરી અને જોહુકમી યથાવત રહી છે. ચેતવણી આપવા છતાં કોઈ સુધારો ન આવતા નાના માછીમારોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે અને કિનારા નજીક ગેરકાયદેસર રીતે ધીરા ફેરવતી બોટો સામે કાર્યવાહી કરીને પીડિત માછીમારોને નુકસાનીનું વળતર તથા ન્યાય અપાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
📲Get App