🔥 TRENDING લીલીયા તાલુકા ના ગુદરણ ગામે બે પક્ષ વચ... Punjab Chief Secretary KP Sinha Skips... Congress Holds 'Constitution Save' Ral... Shop Owner Faces Fierce Blaze While He... विधायक अनंत सिंह की बेटी शिवांगी सिंह... Video of Female Police Officer Alleged...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગરમાં સંવિધાન દિવસની ઉજવણી; હાજી પરવેઝભાઈ મેમણને BNSS પુસ્તકો અર્પણ કરી સન્માનિત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 01:59 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ભારતીય સંવિધાન દિવસની ઉજવણી દરમિયાન મેમણ સમાજના હાજી પરવેઝભાઈ રજાકભાઈ મેમણનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ જજ બી.જી. ગોલાણી દ્વારા તેમને BNSS પુસ્તકો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા..

સાબરકાંઠામાં-:
ભારતીય સંવિધાન ગૌરવ દિવસ' નિમિત્તે હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેમણ સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલની કચેરીના સંયુક્ત ઉપક્રમે ડી એસ પી ઓફિસ,તાલીમ ભવન,હિંમતનગર ખાતે આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંવિધાનના મુખ્ય શિલ્પી ભારતરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ સંવિધાન ઘડતરમાં ફાળો આપનાર મહાનુભાવોના યોગદાનને સ્મરણ કરવામાં આવ્યું હતું..

કાર્યક્રમ દરમિયાન મેમણ સમાજના હાજી પરવેઝભાઈ રજાકભાઈ મેમણ (ચોરીવાડવાળા) નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ સાબરકાંઠા બી જી ગોલાણી દ્વારા હાજી પરવેઝભાઈનું સન્માન કરી તેમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.આ સન્માન કાયદા પ્રત્યેની જાગૃતિ, અભ્યાસ અને સામાજિક જવાબદારી માટે પ્રેરણારૂપ છે.આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ઘણા ઉચ્ચ પદના અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ પી પુરોહિત,સાંસદ શોભના એમ બારૈયા,જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉકટર લલિતનારાયણસિંધુ સાંધુ,ધારાસભ્ય વી ડી ઝાલા,જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ,વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના પ્રમુખ ડૉકટર ડી એલ પટેલ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી સી પી ચારણ અને હિંમતનગર નગરપાલિકાની પ્રમુખ અનુબેન કડિયાનો સમાવેશ થાય છે.આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર મેમણ સમાજનું ગૌરવ અને સન્માન ગણાય છે.મેમણ કાઉન્સિલ તથા સમગ્ર સમાજ માટે આ યાદગાર ક્ષણ છે.હાજી પરવેઝભાઈ રજાકભાઈ મેમણને આ સન્માન બદલ હાર્દિક અભિનંદન અને ભવિષ્યમાં કાનૂની ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરવાની શુભકામનાઓ રજૂ કરવામાં આવી છે.
📲Get App