🔥 ट्रेंडिंग સચીન પોલીસ સ્ટેશનના ૧૮ લાખની છેતરપિંડી... વિરપુર ગામમાં દરગાહનો ઉર્સ યોજાયો गुरुवार को दिल्ली की हवा मध्यम, एनसीआर... बेगूसराय में मां‑बेटी की मौत, नोट में... माहेर के माँ शारदा मंदिर की सीढ़ियों प... घरसाना पंचायत लॉटरी में हंगामा, राजस्थ...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ મેળા દરમિયાન BDDS ટીમ દ્વારા સુરક્ષા તપાસ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 24 सित. 2026, 03:55 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમ મહામેળા- ૨૦૨૬ દરમિયાન અંબાજી મંદિર પરિસરમાં BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ) ટીમ દ્વારા સઘન સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી..

આ વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે યોજાયેલા ભવ્ય મેળા દરમિયાન અંબાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે BDDS ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી..

મંદિર પરિસર, ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ શંકાસ્પદ વસ્તુઓ કે શસ્ત્રોની હાજરી અંગે તપાસ કરવામાં આવી હતી.BDDS ટીમે અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને કોઈપણ સંભવિત ખતરાને નિષ્ફળ બનાવવા માટે સતર્કતા દાખવી હતી.આ સુરક્ષા તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો અને કોઈપણ અપ્રિય ઘટનાને બનતી અટકાવવાનો હતો.BDDS ટીમના પ્રયાસોથી મેળા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મદદ મળી.
📲Get App