🔥 ट्रेंडिंग एपी उच्च न्यायालय ने YSRCP के स्थानीय... आंध्र प्रदेश ने डेटा सेंटरों के लिए 70... अंध्र प्रदेश ने पाठ्यपुस्तकों में पिता... अंध्र प्रदेश के छात्र ने मारवाड़ी विश्... गुजरात में कार‑डम्पर टक्कर में चार मुं... गुजरात विश्वविद्यालय में दो छात्र आत्म...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અરવલ્લી: નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ATM ચોરીનો પ્રયાસ કરતા ઇસમ ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 04:40 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ ATMમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા..

અરવલ્લીમાં-:
પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. એક શખ્સ ATM મશીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.પોલીસે તાત્કાલિક ધોરણે આ બાબતની જાણ બાયડ પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરીને ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.આ ઘટનામાં પોલીસે પોતાની કુશળતા અને સતર્કતા દાખવી હતી.

આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જે પોલીસકર્મીઓએ આ ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો,તેમને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
📲Get App