🔥 TRENDING Ukraine Confirms India's Role in Media... Heavy Rain Forecast for Southern India... प्रधान और विधायक बे खबर आज से लागू आचार संहिता नाऊर येथे बेपत्ता महिला व मुली सापडल्य... India Likely to Finalise 114 Rafale Je...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહુધા પોલીસ સ્ટેશનના ASI અને વકીલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 04 Oct 2026, 09:34 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મહુડા પોલીસ સ્ટેશનના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને એક વકીલને રૂ. ૨.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. દ્વારા મહુધા પોલીસ સ્ટેશનના ASI નરેન્દ્રસિંહ જીલુભા ચાવડા અને વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતને રૂ. ૨,૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ટ્રેપ ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ મહુધા ચોકડી પાસે આવેલ શ્યામ આર્કેડમાં ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીના પુત્ર અને તેના પાર્ટનર જુદી જુદી કંપનીઓના ડિટર્જન્ટ પાવડરનો વેપાર કરે છે. ગત ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ આરોપી નંબર ૨, વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતે, ફરિયાદીના પુત્ર અને તેના પાર્ટનર પર વેપારીઓ સાથે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવી, માલ ભરેલા ટેમ્પા સાથે તેમને મહુધા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

બીજા દિવસે, ૦૨/૧૦/૨૦૨૬ ના રોજ, ફરિયાદી જ્યારે મહુધા પોલીસ સ્ટેશન સમાધાન કરવા ગયા ત્યારે આરોપી નંબર ૧, ASI નરેન્દ્રસિંહ ચાવડાએ આરોપી નંબર ૨ ની હાજરીમાં ગુનો દાખલ ન કરવાના બદલામાં પ્રથમ રૂ. ૫ લાખની માંગણી કરી હતી. લાંબી રકઝકના અંતે આ રકમ રૂ. ૨.૫૦ લાખમાં નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો.

ACB એ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન, આરોપી નંબર ૨, વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતે ફરિયાદી પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦ ની લાંચ સ્વીકારી અને ACB ના હાથે ઝડપાઈ ગયા. આરોપી નંબર ૧, ASI નરેન્દ્રસિંહ ચાવડા ઘટના સ્થળે હાજર નહોતા, પરંતુ બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેપીંગ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી ડી.બી.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
📲Get App