🔥 ट्रेंडिंग અમરેલીમાં યુવતીના ફોટા વાયરલથી યુવક પર... હૈદરાબાદના હાફિઝપેટ સ્ટેશન પર હોમગાર્ડ... India U-19 Clinch 7-Run Victory Over A... Allu Arjun’s ‘Raaka’ gets major update... ખાંભાના પચપચીયા ગામમાં પિતાની તાણથી સગ... राम मंदिर आंदोलन की याद में आयोध्या मे...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
यात्रा

ભક્તિની સાથે સુરક્ષા પણ: મહીસાગર ARTO એ પદયાત્રીઓને કર્યા રેડિયમ સ્ટિક અને જેકેટનું વિતરણ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 19 सित. 2026, 02:35 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંધારામાં અજવાળું પાથરતું મહીસાગર ARTO - પદયાત્રીઓ માટે સુરક્ષા કવચ

નમસ્કાર...

શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ એટલે... અંબાજીની પદયાત્રા!

ભાદરવી પૂનમના પાવન મહામેળા નિમિત્તે, ગુજરાતના ખૂણેખૂણેથી લાખો માઈભક્તો "બોલ મારી અંબે... જય જય અંબે" ના જયઘોષ સાથે અંબાજી તરફ પગપાળા જઈ રહ્યા છે.

પણ આ ભક્તિના માર્ગમાં એક મોટો પડકાર છે... રાત્રિનો અંધકાર. અને આ અંધકારમાં જ અકસ્માતનો ભય સૌથી વધારે રહે છે.


ત્યારે જ, આ પડકારને સમજીને, મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એટલે કે ARTO કચેરીએ અત્યંત સંવેદનશીલ અને પ્રશંસનીય પહેલ હાથ ધરી છે.

"સુરક્ષિત પદયાત્રા, સુરક્ષિત યાત્રા – માર્ગ સલામતી સૌની જવાબદારી" આ સુંદર મંત્ર સાથે ARTO ની ટીમ રસ્તા પર ઉતરી છે.

જિલ્લાના મુખ્ય માર્ગો પરથી પસાર થતા પદયાત્રીઓની રાત્રિ સુરક્ષા માટે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે...
1. રેડિયમ સ્ટિક અને રેડિયમ રિફ્લેક્ટર 2. હાઇ વિઝિબિલિટી સેફ્ટી જેકેટ 3. અને નાઇટ ગ્લોઇંગ રિસ્ટ બેન્ડ
આ નાના દેખાતા સાધનોનું મહત્વ ખુબ મોટું છે. રાત્રીના અંધારામાં દૂરથી આવતા વાહન ચાલકને 200-300 ફૂટ દૂરથી જ આ રેડિયમ લાઇટના કારણે પદયાત્રી દેખાઈ જાય છે, અને એક મોટી દુર્ઘટના ટળી જાય છે.

સાથેજ ARTO ટીમ દ્વારા પદયાત્રીઓને અને સેવા કેમ્પના આયોજકોને ખુબ સુંદર માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે - કે રાત્રે હંમેશા માર્ગની એક જ સાઈડમાં હારબંધ ચાલવું, ટોળામાં અસ્ત-વ્યસ્ત ન ચાલવું, અને હાથમાં કે બેગ પર રેડિયમ સ્ટિક અવશ્ય લગાવી રાખવી.

અને વાહન ચાલકોને પણ એક ભાવભરી અપીલ... કે આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને માન આપી, ગતિ મર્યાદા જાળવી, તેમની સુરક્ષા પ્રત્યે સભાન રહો.


ખરેખર, વહીવટી તંત્ર જ્યારે આટલી સંવેદનશીલતાથી કામ કરે છે, ત્યારે ભક્તિનો માર્ગ વધુ સુરક્ષિત બને છે.

મહીસાગર ARTO કચેરીની આ કામગીરીને પદયાત્રીઓ અને સેવાભાવી સંસ્થાઓએ હૃદયપૂર્વક બિરદાવી છે.

તો ચાલો, આપણે સૌ પણ આ સંકલ્પ કરીએ... સુરક્ષિત પદયાત્રા કરીશું, નિયમોનું પાલન કરીશું.
📲Get App