🔥 ट्रेंडिंग ડુંગરાગોડ ગામ માં રોડ પર ખાડા પડ્યા છે... અમરેલીમાં રામામંડળ દર્શન દરમિયાન 22 વર... ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿ ಜುಬೀನ್ ಮೊಹಪಾ... ધારી બગીચા પાસે હિટ એન્ડ રનમાં 65 વર્ષ... બાબરા હાઈવે પર બાઈક અકસ્માતમાં 23 વર્ષ... नागा चैतन्य का 40वां जन्मदिन, सोशल मीड...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ અભિયાન: એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ ટાળો, ભવિષ્યની પેઢીનું સ્વાસ્થ્ય બચાવો

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 24 नव. 2026, 11:53 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ અભિયાન: એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ ટાળો, ભવિષ્યની પેઢીનું સ્વાસ્થ્ય બચાવો


અમરેલી તા. ૨૩ નવેમ્બર

અમરેલી જિલ્લામાં 'વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે બહોળી જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાના માન. પ્રમુખશ્રી, માન. ધારાસભ્યશ્રી તેમજ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં AMR અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને સૌને જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી દ્વારા 'કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન'ના સહયોગથી અમરેલી ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ તથા એસોસિએશનના સભ્યોએ શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. જાહેર જનતામાં દવાઓના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ આવે તે હેતુથી મેડિકલ સ્ટોર્સ પર "No Prescription, No Antibiotics" અને "ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરો" જેવા જનજાગૃતિના સંદેશા દર્શાવતા સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ દ્વારા પણ વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નાગરિકોને AMR અંગે માર્ગદર્શન આપી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
📲Get App