🔥 TRENDING Delhi: Delivery Boy Dies Indore Seizes 1816kg Low-Fat Paneer Youth Rescued in Shajapur Nagpur Police Invoke MCOCA Against Dru... Nagpur Road Accident Kills 2 Teens Nagpur Custodial Death Probed
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

થલતેજમાં મેટ્રો રૂટ પર દબાણ હટાવતાં હોબાળો, લારીવાળાઓએ AMCની ગાડીમાં કરી તોડફોડ અમદાવાદના થલતેજમાં વિસ્તારમાં મેટ્રો લાઈન પરના દબાણો દૂર કરવા માટે AMC દ્વારા સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

✍️ Reporter: Atul Vijay Bhai Parmar 🗓 12 Aug 2026, 08:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થલતેજમાં મેટ્રો રૂટ પર દબાણ હટાવતાં હોબાળો, લારીવાળાઓએ AMCની ગાડીમાં કરી તોડફોડ અમદાવાદના થલતેજમાં વિસ્તારમાં મેટ્રો લાઈન પરના દબાણો દૂર કરવા માટે AMC દ્વારા સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

થલતેજમાં મેટ્રો રૂટ પર દબાણ હટાવતાં હોબાળો, લારીવાળાઓએ AMCની ગાડીમાં કરી તોડફોડ

અમદાવાદના થલતેજમાં વિસ્તારમાં મેટ્રો લાઈન પરના દબાણો દૂર કરવા માટે AMC દ્વારા સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

મેટ્રો રૂટને ખુલ્લો અને અવરોધમુક્ત કરવા માટે દબાણ હટાવ વિભાગની ટીમ દ્વારા રસ્તા પરના લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન કાર્યવાહીથી રોષે ભરાયેલા કેટલાક વેજિટેબલ વેન્ડર્સ અને AMCની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો વણસતા બંને પક્ષો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

આક્ષેપ મુજબ, વિરોધ દરમિયાન કેટલાક વેન્ડર્સે AMCની સત્તાવાર ગાડીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું.

ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડયો હતો.

હાલ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App