🔥 TRENDING जनकपुरधाम सेअयोध्या के बिच सीधी रेल शी... ग्रेटर नोइडा वेस्ट में चार मुरती अंडरप... Virat Kohli and Gautam Gambhir’s bus c... Deepfake Audio Misleads: Lavrov Dismis... India’s Top Dating Spots: Juhu Beach,... भीतरगांव में सनसनी 6 साल की मासूम शिवा...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

AMCમાં AI આધારિત હેલ્પલાઇન સેવા શરૂ થશે

✍️ Reporter: Shah Parth Govindbhai 🗓 14 Aug 2026, 08:31 PM 👁 111
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે AI આધારિત વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નાગરિકોની ફરિયાદોના જવાબ આપશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પોતાના હેલ્પલાઇન નંબર 155303 પર AI આધારિત વોઇસ રિસ્પોન્સ સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. અગાઉ, નાગરિકોની ફરિયાદોના જવાબ ટેલિફોન ઓપરેટર દ્વારા આપવામાં આવતાં હતા, જેમાં ઘણીવાર ચોક્કસ અને યોગ્ય જવાબ ન મળવાના કારણે લોકોની અસંતોષતા જોવા મળી હતી.

AMCના અધિકારીઓએ દાવો કર્યો છે કે, આ નવી AI આધારિત સેવા નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવશે. AI સિસ્ટમ દ્વારા આપવામાં આવતી માહિતી વધુ સચોટ અને અસરકારક હોવાની આશા છે, જેનાથી નાગરિકોને વધુ સુવિધા મળશે.

આ સેવા સફળતાપૂર્વક ટેસ્ટ થયા બાદ નાગરિકો માટે શરૂ કરવામાં આવશે, જે AMCના હેલ્પલાઇનને વધુ સક્ષમ બનાવશે. આ પગલાંથી નાગરિકોની ફરિયાદોનો ઉકેલ ઝડપથી મળી શકશે, જે શહેરની સેવાઓમાં સુધારો લાવશે.
📲Get App