🔥 TRENDING National Award winner Manasi Parekh sa... Gujarat Giants announce retained and r... CBI Opposes Bail for Former Bhopal Jud... ભુજ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારી રૂા.... अब बदलेगी कटिहार के हर गांव की तस्वीर!... રાજુલા નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સે...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Aksmat

✍️ Reporter: Sabir Haji 🗓 28 Sep 2026, 09:00 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

પોરબંદરના દરિયામાં માછીમારી દરમિયાન દુર્ઘટના: બોટ પરથી દરિયામાં ખાબકતા માછીમારનું ડૂબી જવાથી મોત
પોરબંદર:
પોરબંદરથી આશરે 41 નોટિકલ માઇલ દૂર ખુલ્લા દરિયામાં માછીમારી દરમિયાન એક અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, ઉના તાલુકાના ખાજડી ગામના વતની મનુભાઈ નારણભાઈ વાળા દરિયામાં પોતાની બોટમાંથી માછીમારીની જાળ નાખી રહ્યા હતા. તે દરમિયાન અચાનક અકસ્માત થતાં તેઓ બોટ પરથી નીચે દરિયાના પાણીમાં ખાબક્યા હતા. દરિયાના ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું કરુણ મોત નિપજ્યું હતું.
ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોરબંદરની મિશ્ર જનરલ હોસ્પિટલ (જી.એમ.ઈ.આર.એસ. ભાવસિંહજી જનરલ હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યો છે.
📲Get App