🔥 TRENDING दो लापता नाबालिक 12 घंटे में सुरक्षित... Manipur CM Inaugurates New Guest House... 17 Kuki Militants Arrested in Manipur... Meghalaya Runners Dominate Oil India T... Meghalaya Government, Centre Seek Solu... Meghalaya Invests Rs 300 Crore in Garo...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

AIMS હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હોવા છતાં લાખોના બિલની માંગણી, દર્દી પરિવારનો આક્ષેપ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 24 Oct 2026, 11:29 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીની AIMS હોસ્પિટલમાં હાર્ટ એટેકના દર્દીના પરિવારએ આયુષ્માન ભારત કાર્ડ હોવા છતાં 1.27 લાખથી 3.5 લાખ સુધીનું બિલ માંગવામાં આવ્યું હોવાનો દાવો કર્યો.

અમરેલી શહેરની ખાનગી AIMS હોસ્પિટલ (Amreli Institute of Medical Science) ફરી વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ આયુષ્માન ભારત યોજનાના કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી મોટી રકમ વસૂલવાનો આક્ષેપ છે.

પરિવારજન અજય ડાભીનું કહેવું છે કે, હાર્ટ એટેકના દર્દીને તાત્કાલિક દાખલ કરતી વખતે હોસ્પિટલ તંત્રએ કાર્ડ ચાલશે એવું જણાવ્યું, પરંતુ સારવાર પૂર્ણ થયા બાદ રૂ. 1.27 લાખથી 3.5 લાખ સુધીનું બિલ આપી દેવામાં આવ્યું. બિલમાં રૂ. 97,000નું હોસ્પિટલ બિલ અને રૂ. 30,300નું દવાનો ખર્ચ અલગથી માંગવામાં આવ્યો.

હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. આર.એમ. જોશીએ જણાવ્યું કે, ઈમરજન્સી સ્થિતિમાં સારવાર આપવામાં આવી અને આયુષ્માન યોજનામાં કેટલીક પ્રોસિજર માટે ઓનલાઈન ઓથોરાઈઝેશન લેવું પડે છે. જે સારવાર યોજનામાં આવરી લેવામાં ન આવી હોય તેનું બિલ દર્દીએ ચૂકવવું પડે છે.

ગઈકાલે 23 ઓક્ટોબરથી આ ઘટનાનો વીડિયો GIR NEWS, Amreli Media, Amreli 24 News વગેરે સ્થાનિક ન્યૂઝ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરિવારજનો બિલને લઈને હોસ્પિટલની ઓફિસમાં રજૂઆત કરતા જોવા મળે છે. લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ વધી રહી છે.
📲Get App