🔥 TRENDING RBI warns bank customers of new electr... Late-night hailstorm cools Delhi-NCR t... Bihar’s Makhana Reaches Greece, Marks... Over 50 Companies to Hold Free Job Fai... Bihar CM Samrat Chaudhary Declares Beg... IIT Patna Secures First Prize in Engin...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા જિલ્લામાં AIMIM કારોબારી સમિતિની રચના,નવા અધિકારીઓની નિમણૂક..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 01:30 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

25 ઓક્ટોબર 2026 ના રોજ ડેરોલ દરગાહમાં યોજાયેલી બેઠકમાં AIMIM સાબરકાંઠા જિલ્લામાં નવી કારોબારી સમિતિની રચના અને વિવિધ સ્તરે નવનિયુક્ત અધિકારીઓની જાહેરાત કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
25 ઓક્ટોબર 2026 ના રોજ સાબરકાંઠા જિલ્લામાં ડેરોલ દરગાહ ખાતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.બેઠકનું અધ્યક્ષપદ જિલ્લાકીય પ્રમુખ જનાબ સિકંદરભાઈ શેખે સંભાળ્યું અને ગુજરાત પ્રદેશ મંત્રી જનાબ તલ્હા કેલાવાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા.બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા માટે જિલ્લો, શહેર અને તાલુકા સ્તરે નવનિયુક્ત અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.જિલ્લાકીય સ્તરે રમીજ મનસુરી (ઇડર),રિયાઝ પઠાણ (હિંમતનગર) અને કમરુદ્દીન ખલીફા (પ્રાંતિજ) ને જિલ્લા મહામંત્રી તરીકે નિમવામાં આવ્યા..

શહેર અને તાલુકા સ્તરે હિંમતનગર શહેર પ્રમુખ તરીકે ઉસ્માન પઠાણ, હિંમતનગર તાલુકા પ્રમુખ તરીકે માજિદ પઠાણ,હિંમતનગર તાલુકા મહામંત્રી તરીકે સાજિદ મૌલાના અને બલોચ, તેમજ ઇડર શહેર પ્રમુખ તરીકે નાગોરી નસરત નિમવામાં આવ્યા.જિલ્લા પ્રમુખ સિકંદરભાઈ શેખએ જણાવ્યું કે, બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીના સંદેશને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે અને સાબરકાંઠા જિલ્લામાં પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં આવશે.આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને નવનિયુક્ત અધિકારીઓ હાજર રહ્યા.બેઠકનું સમાપન પાર્ટીની સંગઠનાત્મક રચનાને મજબૂત કરવા અને આવનારા ચૂંટણી માટે તૈયારીઓ આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવ્યું.
📲Get App