🔥 TRENDING Uttar Pradesh CM Yogi Adityanath sets... Three dead as firecracker mishaps spar... Woman Critically Injured as Car Collid... Community Group Constructs New Home fo... IIFA Honors Usha Uthup with Tribute Sh... LISA's 'Tarantino' video sees 88% drop...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજી મહામેળામાં હાઇટેક સુરક્ષા: AI ફેસ રેકગ્નિશન અને ૬૦૦+ CCTV કેમેરાથી સજ્જ બંદોબસ્ત..
Local

અંબાજી મહામેળામાં હાઇટેક સુરક્ષા: AI ફેસ રેકગ્નિશન અને ૬૦૦+ CCTV કેમેરાથી સજ્જ બંદોબસ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Sep 2026, 05:20 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા પોલીસ દ્વારા રાજ્ય સરકારના 'વિશ્વાસ' પ્રોજેક્ટ હેઠળ અંબાજી મહામેળામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે..

અંબાજી ખાતે યોજાયેલા ભવ્ય મહામેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુગમ દર્શન વ્યવસ્થા માટે બનાસકાંઠા પોલીસે હાઇટેક સુરક્ષા કવચ ગોઠવ્યું છે. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી 'વિશ્વાસ' પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત આ સુરક્ષા વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેસ રેકગ્નિશન ટેકનોલોજી અને ૬૦૦ થી વધુ CCTV કેમેરાનો સમાવેશ થાય છે.આ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અંબાજી મંદિર પરિસર તેમજ ગબ્બર પર્વત વિસ્તારમાં કરવામાં આવ્યો છે.આનાથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર તાત્કાલિક નજર રાખી શકાય છે અને ગુનાખોરીને રોકવામાં મદદ મળે છે.પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે..

પોલીસની આ સતર્કતા અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે, લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે દર્શન પ્રક્રિયા વધુ સુરક્ષિત અને સરળ બની છે. આ પહેલથી મેળા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં નોંધપાત્ર મદદ મળી છે.
📲Get App