🔥 TRENDING Tripura CM Inaugurates Amtali Communit... Himachal Policeman's Arm Fractured by... Delhi Experiences Power Outage Delhi’s Air Quality Plummets to ‘Very... Delhi Air Quality Remains 'Poor' at 22... Tripura CM Condemns Opposition Road Bl...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વોશિંગ્ટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું ગુજરાતનું ગ્લોબલ વિઝન: AI અને ફાઈનાન્સિયલ હબ તરીકે વિકસાવવા પર ભાર
Politics

વોશિંગ્ટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું ગુજરાતનું ગ્લોબલ વિઝન: AI અને ફાઈનાન્સિયલ હબ તરીકે વિકસાવવા પર ભાર

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 11:52 AM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમેરિકાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંકની બેઠકમાં ગુજરાતને ટેકનોલોજી અને વૈશ્વિક મૂડીના કેન્દ્ર તરીકે વિકસાવવાનું વિઝન રજૂ કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં તેમણે ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીના વૈશ્વિક વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બનવા માટે સજ્જ છે.

આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ગુજરાતની આર્થિક શિસ્તનો ઉલ્લેખ કરતા વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે રાજ્યમાં હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા માટે વર્લ્ડ બેંકને અપીલ કરી હતી.
📲Get App