🔥 ट्रेंडिंग दीपावली की हार्दिक शुभकामनाएं देशवासिय... ১০ ফুট গভীর ডাস্টবিনে আটকে মা কুকুর ও... बेटी की शादी का न्योता देने तेजस्वी या... न्यूज़ीलैंड श्रृंखला से पहले औक़िब नबी... जम्मू बाजार में भीषण आग, सीएम ओमर ने त... जेकेसीए ने विजय मर्चेंट ट्रॉफी के लिए...
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હિંમતનગરના ગિરધરનગરમાં રહેણાંક મકાનમાંથી દેહવ્યાપાર ઝડપાયો, સંચાલિકા સામે ગુનો નોંધાયો,બે યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી, AHTU વિભાગે કાર્યવાહી હાથ ધરી

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 09 नव. 2026, 11:24 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના ગિરધરનગરમાં રહેણાંક મકાનમાંથી દેહવ્યાપાર ઝડપાયો, સંચાલિકા સામે ગુનો નોંધાયો,બે યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી, AHTU વિભાગે કાર્યવાહી હાથ ધરી

હિંમતનગરના ગિરધરનગરમાં રહેણાંક મકાનમાંથી દેહવ્યાપાર ઝડપાયો, સંચાલિકા સામે ગુનો નોંધાયો,બે યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી, AHTU વિભાગે કાર્યવાહી હાથ ધરી

હિંમતનગર શહેરના ગિરધરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં યુવતીઓને રાખીને દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે AHTU વિભાગે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દેહવ્યાપાર ચલાવતી હોવાના આરોપસર સોનલબેન ગીરીશભાઈ વ્યાસ નામની મહિલાની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે બે યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી હતી.

માહિતી મુજબ ગિરધરનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં બહારથી યુવતીઓને બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) વિભાગે કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, સંચાલિકા ગ્રાહક દીઠ રૂ. 1,000 લેતી હતી, જેમાંથી રૂ. 500 યુવતીને આપીને બાકીના રૂ. 500 કમિશન તરીકે રાખતી હોવાનો આક્ષેપ છે.
આ મામલે AHTU વિભાગે કાર્યવાહી કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંચાલિકા મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સિટી રિપોર્ટર : પલક પટેલ
📲Get App