🔥 TRENDING 13 Deaths in Dewas: Illegal Liquor Net... Ujjain’s Gahira Dam Holds Only 27% of... BJP MLA Rameshwar Sharma says Madhya P... Air India Express launches thrice‑week... ବାତ୍ୟା ଅର୍ଣ୍ଣବକୁ ନେଇ ମିଛ ଖବର ପ୍ରଚାର କଲ... LCBની મોટી સફળતા: નખત્રાણામાં કેબલ ચોર...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક ભાડાના મકાનમાં ચાલતા કુટણખાના પર AHTU ટીમનો સપાટો: એક યુવતી મુક્ત,એક ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Oct 2026, 12:37 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરી વિરોધી યુનિટ (AHTU) દ્વારા હિંમતનગર નજીક એક ભાડાના મકાનમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક યુવતીને મુક્ત કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે..

સાબરકાંઠામાં-:
પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રહેણાંક મકાનોમાં ચાલતા દેહ વ્યાપારના કેસો શોધી કાઢવા માટે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTU) સક્રિય છે.આ ઝુંબેશના ભાગરૂપે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાબરડેરી નજીક આવેલ એક ભાડાના મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે AHTU ટીમે ડમી ગ્રાહક મોકલી અને પંચોને સાથે રાખીને રેઇડ કરી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવીને ગ્રાહકો પાસેથી પ્રતિ યુવતી ૧૦૦૦ રૂપિયા મેળવી,તેમાંથી ૫૦૦ રૂપિયા યુવતીઓને આપીને દેહ વ્યાપાર કરાવતો હતો.આ પ્રવૃત્તિ માટે ભાડેથી રાખેલા મકાનમાં સગવડ પૂરી પાડવામાં આવતી હતી..

રેઇડ દરમિયાન સ્થળ પરથી ૧૦૦૦ રૂપિયા રોકડા અને એક મોબાઈલ ફોન (કિંમત ૫,૦૦૦ રૂપિયા) મળી કુલ ૬,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી રાજેશ ગૌરીશંકર ડુંગર (મૂળ રહે. નાદિયા, રાજસ્થાન, હાલ રહે. હિંમતનગર) વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ ૧૯૫૬ની કલમ ૩(૧)(૨), ૪, ૫(૧)(A)(D) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહીમાં દેહ વ્યાપારમાંથી એક યુવતીને મુક્ત કરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ હિંમતનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી ચૌધરી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ, વુમન હેડ કોન્સ્ટેબલ સુમનબેન કિશોરભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ જેઠાભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન આશિષકુમાર દ્વારા કરવામાં આવી હતી.
📲Get App