🔥 TRENDING Hero MotoCorp, Suzuki Report Strong Ju... M&M Auto Sales Surge 26% in July, Reac... India's GST Revenue Soars 15.4% to ₹2.... Ram Gopal Varma Claims Accountability... Indian Railways Approves ₹976 Crore Ne... Bihar Police Heighten Alert Amid Risin...
01 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડા તાલુકાનું ગૌરવ
નવાપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ AEIT વર્ગ–3 મુખ્ય પરીક્ષા – 2025માં મેળવી શાનદાર સફળતા

તિલકવાડા તાલુકાનું ગૌરવ નવાપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ AEIT વર્ગ–3 મુખ્ય પરીક્ષા – 2025માં મેળવી શાનદાર સફળતા

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 01 Aug 2026, 07:28 PM 👁 36
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી શિક્ષણ જગત માટે ગૌરવ અપાવતાં સમાચાર સામે આવ્યા છે.

તિલકવાડા તાલુકાની નવાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા માનનીય શ્રીમતી જયમીનાબેન પટેલ, મદદનીશ કેળવણી નિરીક્ષકએ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત AEIT (Assistant Educational Inspector Test) વર્ગ–3 મુખ્ય પરીક્ષા – 2025માં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે.

શ્રીમતી જયમીનાબેન પટેલની આ નોંધપાત્ર સિદ્ધિ તેમની અવિરત મહેનત, દૃઢ સંકલ્પ, લગન, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે. પોતાની ફરજ સાથે અભ્યાસને પણ સમાન પ્રાથમિકતા આપીને પ્રાપ્ત કરેલી આ સફળતા ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

તેમની આ ઉપલબ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર તિલકવાડા તાલુકા, નર્મદા જિલ્લાના શિક્ષણ પરિવાર તથા તમામ પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવની ક્ષણ બની છે.

તેમની આ સિદ્ધિ અનેક શિક્ષકો અને યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને મહેનત તથા આત્મવિશ્વાસથી દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે તેનો ઉત્તમ સંદેશ આપે છે.

તિલકવાડા તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો તરફથી માનનીય શ્રીમતી જયમીનાબેન પટેલને AEIT વર્ગ–3 મુખ્ય પરીક્ષા – 2025માં પ્રાપ્ત થયેલી આ ભવ્ય સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

ઈશ્વર આપને જીવનમાં સતત પ્રગતિના નવા શિખરો સર કરવાની શક્તિ આપે, શિક્ષણ ક્ષેત્રે આપનું યોગદાન વધુ સમૃદ્ધ બને અને આપ સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ.

માનનીય શ્રીમતી જયમીનાબેન પટેલને આ ગૌરવપૂર્ણ સફળતા બદલ હાર્દિક અભિનંદન તથા ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
📲Get App