🔥 ट्रेंडिंग Bangmati nadi me pani rukne ke nam hi... અપશબ્દો બોલવાની ના પાડતા રત્નકલાકાર પર... School sai baccha ko arrest दिंडोली-भेस्तान रोड पर मोबाइल छीनकर भा... जैथरा में श्री कृष्ण लीला के नौवें दिन... સાવરકુંડલામાં ડીમોલેશન મુદ્દે ઉઠ્યા સવ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત મહાનગરપાલિકાનો સિક્યુરીટી ઓફિસર ૨૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો

✍️ रिपोर्टर: Samasandhi Salman Anwar 🗓 28 सित. 2026, 09:27 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના તાપીપુરા વિસ્તારના સિક્યુરીટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ૨૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગ, તાપીપુરા ખાતે ફરજ બજાવતા સિક્યુરીટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખ (વર્ગ-૩) ને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ૨૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીની પત્ની ગર્ભવતી હોવાથી તેમને ડોકટરી સારવાર માટે વારંવાર બહાર જવું પડતું હતું. આ દરમિયાન, ફરજ પર ગેરહાજર રહેવા બદલ મેમો ન આપવામાં આવે તે માટે સિક્યુરીટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખે ફરિયાદી પાસે ૨૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ફરિયાદના આધારે, ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મુજબ, જ્યારે ફરિયાદીએ આરોપી અધિકારીને ૨૫,૦૦૦ રૂપિયાની લાંચની રકમ આપી ત્યારે ACB ની ટીમે તેમને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધા હતા. આ બનાવ સુરત મહાનગરપાલિકાના મુગલીસરા સ્થિત સિક્યુરીટી ઓફિસરની ચેમ્બરમાં બન્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી સુરત ગ્રામ્ય ACB ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. ધોબીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ACB એ આરોપી શૈલેષ મણીલાલ પારેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App