🔥 TRENDING National Award winner Manasi Parekh sa... Gujarat Giants announce retained and r... CBI Opposes Bail for Former Bhopal Jud... ભુજ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારી રૂા.... अब बदलेगी कटिहार के हर गांव की तस्वीर!... રાજુલા નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સે...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત મહાનગરપાલિકાનો વોચ એન્ડ વોર્ડ વિભાગનો સિક્યુરિટી ઓફિસર રૂ.૨૫,૦૦૦ ની લાંચ લેતા ACB ના ઝબ્બે..
Crime

સુરત મહાનગરપાલિકાનો વોચ એન્ડ વોર્ડ વિભાગનો સિક્યુરિટી ઓફિસર રૂ.૨૫,૦૦૦ ની લાંચ લેતા ACB ના ઝબ્બે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 10:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના તાપીપુરા સ્થિત વોચ એન્ડ વોર્ડ વિભાગના સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને રૂ. ૨૫,૦૦૦ ની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ફરજ દરમિયાન કર્મચારીને ગેરહાજર ન મુકવા અને મેમો નહિ આપવાના બદલામાં લાંચ માંગવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના તાપીપુરા ખાતે કાર્યરત વોચ એન્ડ વોર્ડ વિભાગના સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે,જેમાં આરોપી અધિકારી પાસેથી રૂ.૨૫,૦૦૦ ની લાંચની રકમ કબજે કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીની પત્ની ગર્ભવતી હોવાથી તેમને વારંવાર ડોક્ટરી સારવાર માટે જવાની જરૂર પડતી હતી. આ સંજોગોમાં, ફરિયાદીને તેમની ફરજ દરમિયાન ગેરહાજર ન ગણવા અને તે અંગે કોઈ મેમો નહિ આપવાના બદલામાં સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.આરોપી અધિકારીએ ફરિયાદી પાસે રૂ.૨૫,૦૦૦ ની લાંચ માંગી હતી,જેના પગલે ફરિયાદીએ તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ACB એ લાંચના પૈસાની લેતી-દેતી વખતે સિક્યુરિટી ઓફિસરને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું, જેમાં તેઓ સફળ રહ્યા હતા.
📲Get App