🔥 TRENDING Himesh Reshammiya wishes Amitabh Bachc... Eighth Judge Assigned in Gauri Lankesh... Karnataka braces for possible repeat o... Mysuru Dasara Begins Amid Drought, Cel... Tamil Nadu grants Rs 15 lakh each to G... Rahul Gandhi brands PM Modi ‘Mogambo M...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ACBએ પૂર્વ કલેક્ટર કેતકી વ્યાસને અપ્રમાણસર મિલકત કેસમાં ધરપકડ કરી
Crime

ACBએ પૂર્વ કલેક્ટર કેતકી વ્યાસને અપ્રમાણસર મિલકત કેસમાં ધરપકડ કરી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 Aug 2026, 09:28 AM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ACBની તપાસમાં પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસની કાયદેસરની આવક કરતાં 3.56 કરોડ રૂપિયાની વધુ સંપત્તિ મળી છે.

આજ રોજ અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. તેમને અપ્રમાણસર મિલકત કેસમાં સંડોવણીના આરોપે ઝડપી લેવામાં આવ્યા છે. તપાસમાં તેમની કાયદેસરની આવક કરતાં આશરે 3.56 કરોડ રૂપિયાની વધુ સંપત્તિ મળી હોવાનું સામે આવ્યું છે.

ACBના જણાવ્યા અનુસાર, કેતકી વ્યાસની મિલકતમાં બે આલિશાન ફ્લેટ, કરોડોનો બંગલો અને 24 બેંક ખાતાંનો સમાવેશ થાય છે. વધુમાં, મોટાભાગની મિલકત માતાપિતાના નામે રાખવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે, જે તપાસના દાયરે છે.

કેતકી વ્યાસ અગાઉ આણંદના કલેક્ટર હનીટ્રેપ કેસમાં પણ વિવાદમાં આવ્યા હતા અને ત્યારબાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલમાં, તેઓ શેલામાં બહેનના ઘરેથી ઝડપાયા છે, જ્યાંથી તેમને વધુ તપાસ માટે ACBને સોંપવામાં આવ્યા છે. આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
📲Get App