🔥 ट्रेंडिंग नंदा देवी की बड़ी जात: एशिया की सबसे ब... લુણાવાડા તાલુકા લાલસરમાં 28 ગામોની 745... લાખાભાઈ ભરવાડ અને મેહુલસિંહ પરમારની નવ... સુરતમાં હવા ગુણવત્તા રેન્કિંગમાં ગડબડ,... गोरखपुर में राप्ती नदी किनारे दाह संस्... जम्मू पुलिस ने खौफ़ गैंग के 6 सदस्यों...
07 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભરૂચ ABC સર્કલ પાસેથી ક્રેટા ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 07 सित. 2026, 08:46 PM 👁 3
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ ABC સર્કલ પાસેથી ક્રેટા ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભરૂચ ABC સર્કલ પાસેથી ક્રેટા ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દારૂના ૬૬ બોક્સ સહિત કુલ રૂ. ૯,૨૧,૬૨૮/-નો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ભરૂચના ABC સર્કલ પાસેથી ક્રેટા ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂના કુલ ૬૬ બોક્સ, કિંમત રૂ. ૪,૧૬,૬૨૮/- સહિત કુલ રૂ. ૯,૨૧,૬૨૮/-નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવે તે માટે અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને ભૂતકાળમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બુટલેગરો ઉપર સતત વોચ રાખવા તથા જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ, નેશનલ અને એક્સપ્રેસ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવા જણાવાયું હતું.

આ અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.પી. વાળા, LCB ભરૂચના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો દ્વારા પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન PSI એ.વી. શિયાળીયા તથા LCB ભરૂચની ટીમને બાતમી મળી હતી કે, સફેદ રંગની ક્રેટા ગાડી નંબર GJ-05-JR-2663માં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી એક્સપ્રેસ હાઈવે તરફથી નેશનલ હાઈવે નં. ૪૮ તરફ જવાની છે.

બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક નંદેલાવ બ્રિજથી ABC સર્કલ વચ્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ક્રેટા ગાડી ત્યાંથી પસાર થતી જણાતા પોલીસે આયોજનબદ્ધ રીતે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.

તલાશી દરમિયાન ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સ નંગ-૬૬, કિંમત રૂ. ૪,૧૬,૬૨૮/- મળી આવતા પોલીસે ગાડીમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ **રૂ. ૯,૨૧,૬૨૮/-**નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે આરોપી વિરૂદ્ધ ભરૂચ શહેર ‘C’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App