🔥 TRENDING આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત... उत्तर प्रदेश આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત... આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત... Babil Khan: Being a Celebrity Is a Ful... આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોંઘવારી વિરુદ્ધ ૨૦ નવેમ્બરે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર અપાશે : પાયલ સાકરીયા AAP

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 20 Nov 2026, 12:28 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોંઘવારી વિરુદ્ધ ૨૦ નવેમ્બરે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર અપાશે : પાયલ સાકરીયા AAP

વધતી મોંઘવારીને કારણે મહિલાઓનું ઘર ચલાવવાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે : પાયલ સાકરીયા AAP

ગેસ, પેટ્રોલ-ડીઝલ અને શાકભાજી બાદ હવે દૂધ, દહીં અને છાશના ભાવમાં પણ સતત વધારો : પાયલ સાકરીયા AAP

મોંઘવારી પર ભાજપ સરકારનો કોઈ અંકુશ નથી, મહિલાઓને ઘર ચલાવવા સંઘર્ષ કરવો પડે છે : પાયલ સાકરીયા AAP

ભાવવધારાનો ફાયદો પશુપાલકોને નહીં પણ માત્ર સરકાર અને દલાલોને થઈ રહ્યો છે : પાયલ સાકરીયા AAP

રાજ્યભરની કલેક્ટર અને SDM કચેરીઓ ખાતે AAP મહિલા મોરચા દ્વારા સરકાર સામે રજૂઆત કરાશે : પાયલ સાકરીયા AAP

પરિવારના બજેટની લડાઈમાં ગુજરાતની તમામ બહેનો આવેદન અથવા સોશિયલ મીડિયા થકી જોડાય : પાયલ સાકરીયા AAP



આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ વધતી જતી મોંઘવારી મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશભરમાં દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને મહિલાઓનું ઘરેલું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ગેસ, પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીની સાથે દરેક ઘરની પ્રાથમિક જરૂરિયાત ગણાતા દૂધ, દહીં અને છાશ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓમાં પણ સતત ભાવવધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારનો મોંઘવારી પર કોઈ અંકુશ નથી અને એક તરફ વિકાસના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મહિલાઓને ઘર ચલાવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તો આ કેવા પ્રકારનો વિકાસ છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ ભાવવધારાનો લાભ પશુપાલકો કે સામાન્ય જનતાને મળવાને બદલે માત્ર સરકાર અને સરકારમાં બેઠેલા દલાલોને જ થઈ રહ્યો છે.

વધુમાં પાયલ સાકરીયાએ જાહેરાત કરી હતી કે, મોંઘવારીને કાબૂમાં લેવા અને સરકારની આંખ ખોલવા માટે આવતીકાલે એટલે કે ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા તમામ જિલ્લાઓની કલેક્ટર કચેરીઓ અને એસડીએમ (SDM) કચેરીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. સામાન્ય નાગરિક જીવનજરૂરી વસ્તુઓ ખરીદી શકે અને સારી રીતે જીવી શકે તે તેનો અધિકાર છે તથા મોંઘવારી નિયંત્રણમાં રાખવી એ સરકારની જવાબદારી છે, જેમાં સરકાર નિષ્ફળ ગઈ છે. આ પરિવારના બજેટ અને ઘરનો વિષય હોવાથી તેમણે ગુજરાતભરની તમામ બહેનોને આ આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાવા અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સામે અવાજ ઉઠાવી આવનારા સમયમાં પરિવર્તન લાવવા માટે જાગૃતતા સાથે પ્રયાસ કરવા અપીલ કરી હતી.
📲Get App