🔥 ट्रेंडिंग बीकानेर में 10 साल बाद कांग्रेस की वाप... जोधपुर नगर निगम चुनाव: भाजपा‑कांग्रेस... "AI વિકાસની ઝડપ બની શકે છે ખતરનાક! 6થી... ਪੰਜਾਬ ਵਿੱਚ ਬੱਸ ਫਸ ਗਈ, ਬੱਚੇ ਸੁਰੱਖਿਅਤ, ਕ... હિંમતનગરમાં પ્રથમ વખત ગણપતિ બાપાનું ભવ... મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવ...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગણેશચતુર્થીના દિવસે કરી એક શુભ શરૂઆત

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 सित. 2026, 04:02 PM 👁 8
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગણેશચતુર્થીના દિવસે કરી એક શુભ શરૂઆત

વિસાવદર વિધાનસભાના તમામ ખેડૂતોને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક ૭/૧૨, ૮અ અને હક્કપત્રક નંબર-૬ ની પ્રિન્ટ કાઢી આપવામાં આવશે

વિસાવદર સિવાય આજુબાજુના તમામ તાલુકા બગસરા, ઘારી, મેંદરડા, જેતપુર કે ગુજરાતના કોઈપણ તાલુકામાંથી વિસાવદર આવ્યા હોય અને પ્રિન્ટ કઢાવવી હોય તો પણ કાઢી આપવામાં આવશે: ગોપાલ ઇટાલીયા

જે વસ્તુ ઓનલાઇન થઈ શકતી હશે, એની સારી કલર કોપી કાઢી આપીને લોકોને અમે મદદરૂપ થઈશું: ગોપાલ ઇટાલીયા

તમામ લોકોને નિશુલ્ક કોપી કાઢી આપવામાં આવશે, ખર્ચો હું ઉઠાવીશ: ગોપાલ ઇટાલીયા

જ્યારે ખેડૂતો ૭/૧૨ કઢાવવા જાય છે ત્યારે મામલતદાર ઓફિસ હોય કે ગ્રામ પંચાયત હોય, ત્યાં ધક્કા ખવડાવવામાં આવે છે, માટે અમે આ વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ: ગોપાલ ઇટાલીયા

વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ખેડૂતોએ મારા જેવા સામાન્ય વ્યક્તિનું સમગ્ર ગુજરાતમાં માન વધાર્યું અને મને જે સ્થાન આપ્યું એટલા માટે મારાથી જેટલી થાય એટલી સેવા કરવા માગું છું: ગોપાલ ઇટાલીયા
📲Get App