🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश ने CBSE स्कूलों में शिक्... आईएमडी ने मध्य प्रदेश में अत्यधिक बारि... हिमाचल में कैंसर जोखिम: कीटनाशक, तंबाक... दिल्ली में इमारत ढहने पर एमसीडी ने जार... उत्तarakhand में वरिष्ठ नागरिक को डिजि... उत्तरीाखण्ड हाई कोर्ट ने हल्द्वानी में...
08 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માં અંબે મંદિર તરફ જતાં રસ્તા (નાળિયા)માં સવારના 9:30 વાગ્યે દારૂની મહેફિલ?

✍️ रिपोर्टर: Amin Akshay kumar purshottam bhai 🗓 06 सित. 2026, 11:40 AM 👁 111
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે બાયડ પોલીસ તપાસ હાથ ધરી કોઈ કાર્યવાહી કરે છે કે પછી દારૂબંધીના કાયદા વચ્ચે આવી પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ રહેશે?

બાયડ શહેરમાં દારૂબંધીના અમલને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે. બાયડના રામના તળાવ પાસે આવેલા માં અંબે માતાજીના મંદિર નજીકના વિસ્તારમાં સવારના સમયે દારૂની મહેફિલ યોજાઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
રામના તળાવ પાસે આવેલા માં અંબે માતાજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. મંદિર તરફ જવા માટેના વિવિધ રસ્તાઓ પૈકી પાણીની ટાંકી પાસેથી પસાર થતો પગપાળા રસ્તો, જેને સ્થાનિક લોકો ‘નાળિયા’ તરીકે ઓળખે છે, ત્યાં તા. 5 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 9:30 વાગ્યાના અરસામાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ જમાવીને બેઠા હતા.
રસ્તો બ્લોક કરી મહેફિલ જમાવી હતી
મળતી માહિતી મુજબ, નજીકના ખેતરમાં જતા એક ખેડૂત માલિકે આ દૃશ્ય જોયું હતું. આક્ષેપ છે કે રસ્તા વચ્ચે બેસેલા શખ્સોના કારણે પસાર થવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક ન્યૂઝના અહેવાલવીર/રિપોર્ટિંગ ટીમને થતાં તેઓ રિપોર્ટિંગ માટે સ્થળ પર પહોંચ્યા હતા.
રિપોર્ટિંગ ટીમ સ્થળ પર પહોંચતા ત્યાં હાજર શખ્સોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તેઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
ઘટનાસ્થળેથી મળેલો દારૂ અને સામાન
ઘટનાસ્થળેથી દારૂની બોટલો તથા અન્ય સામાન મળી આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
📲Get App