🔥 TRENDING અંજાર પોલીસે ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના 4 સ... India and Russia deepen maritime coope... Kolkata Forecast: Rain Likely Ahead of... Hyderabad Placed 31st in Telangana for... AISA Protesters Gather at Jantar Manta... Depression Forms Over Bay of Bengal, T...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

93 પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય અને જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ' એનાયત કરવામાં આવ્યા હતા.

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 05:14 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના 93 પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય અને જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ' એનાયત કરવામાં આવ્યા હતા.

આ અવસરે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય પ્લેટફોર્મ આપી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યમાં આશરે 100 જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં કૃષિ ક્ષેત્રને વેગ આપતા આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદ્હસ્તે કૃષિ વિસ્તરણ સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે મદદનીશ ખેતી નિયામક (વર્ગ-2) તરીકે પસંદગી પામેલા 14 નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ કૃષિ વિભાગના ‘એન્યુઅલ એક્શન પ્લાન 2026-27’, ‘ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ’ તથા ‘બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ’ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ 21મી સદીના ભારતના વિકાસમાં જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન અને ટેકનોલોજીની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ સાથે આપેલ ‘જય અનુસંધાન’નો મંત્ર દેશની સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, વૈજ્ઞાનિક પ્રગતિ અને સંશોધનને એકસાથે જોડે છે. તેમણે કહ્યું હતું કે, આજે પ્રાકૃતિક ખેતી, ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણના સમન્વયથી અન્નદાતાના સશક્તિકરણ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવાની સાથોસાથ પાણી અને વીજળીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા તેમજ વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આજે નિમણૂક પામેલ સૌ મદદનીશ ખેતી નિયામકોને અભિનંદન પાઠવી, કૃષિમાં ટેકનોલોજી થકી વિકાસ કરી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
📲Get App