अपराध
આમોદના ઇખર ગામે કપાસના ખેતર નજીકથી 90 વર્ષીય વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર: ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે તપાસ તેજ કરી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે કપાસના ખેતર નજીકથી 90 વર્ષીય વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇખર ગામની સીમમાં એક વૃદ્ધનો સળગેલી હાલતમાં રહસ્યમય મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતાં આમોદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, આમોદના ઇખર ગામથી મેસરાદ તરફ જતા કેનાલ માર્ગ પર આવેલા એક કપાસના ખેતર નજીક ઘાસમાંથી વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ઇખર ગામના કુંભારવાડી વિસ્તારમાં રહેતા 90 વર્ષીય મહોમદ યુસુફભાઈ પટેલ તરીકે થઈ છે. આટલી મોટી ઉંમરના વૃદ્ધનો મૃતદેહ આવી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે.
વૃદ્ધનું મોત કેવી રીતે થયું અને તેમનો મૃતદેહ કેનાલ રોડ પર સળગેલી હાલતમાં કયા સંજોગોમાં પહોંચ્યો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કરવા માટે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. હાલ પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.