🔥 TRENDING ભરૂચની પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય... ભાદરવી પૂનમ મેળામાં વિખૂટા પડેલાં બાળક... Chief Secretary Reviews Roll‑out of Ne... Chief Secretary Atal Dulloo Reviews Ne... Congress urges BJP to scrap SIR after... Goa Forward Party chief calls for roll...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આમોદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા, 9 કરોડના વિકાસકાર્યોને ગતિ આપવા મંથન, 21 સભ્યોની હાજરીમાં મહત્વના મુદ્દે ચર્ચા!

આમોદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા, 9 કરોડના વિકાસકાર્યોને ગતિ આપવા મંથન, 21 સભ્યોની હાજરીમાં મહત્વના મુદ્દે ચર્ચા!

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 07 Sep 2026, 11:16 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા, 9 કરોડના વિકાસકાર્યોને ગતિ આપવા મંથન, 21 સભ્યોની હાજરીમાં મહત્વના મુદ્દે ચર્ચા!

આમોદ નગરના વિકાસને નવી ગતિ આપવાના હેતુથી આમોદ નગરપાલિકા દ્વારા આજે બપોરે 3:30 કલાકે નગરપાલિકા મીટીંગ હોલ ખાતે પ્રમુખના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ સામાન્ય સભામાં શહેરના વિવિધ વિસ્તારોના વિકાસલક્ષી પ્રશ્નો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા કરોડો રૂપિયાના કામોને ઝડપી પૂર્ણ કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકાના કુલ 6 વોર્ડમાં 24 સભ્યોનો સમાવેશ થાય છે. આજે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં કુલ 21 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભા દરમિયાન શહેરના વિકાસ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી વિકાસકાર્યોને ઝડપથી આગળ વધારવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ સામાન્ય સભા તાત્કાલિક ધોરણે બોલાવવા અંગે નગરપાલિકા પ્રમુખને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સરકારના પરિપત્ર મુજબ વિકાસના કામોને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પ્રમુખના જણાવ્યા અનુસાર, આમોદ શહેરમાં અંદાજે રૂ. 9 કરોડના વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવાના આયોજનમાં છે.

આ વિકાસકાર્યોમાં વોર્ડ નં. 1થી 6 સુધીના વિસ્તારોમાં મુખ્ય માર્ગોના કામો ઉપરાંત ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય પાયાની સુવિધાઓને લગતા કામોનો સમાવેશ થાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા, ગટર અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ વધુ સુદૃઢ બને અને નગરજનોને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ આવે તે દિશામાં નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પ્રમુખે જણાવ્યું હતું. સભા દરમિયાન તમામ 6 વોર્ડમાં જરૂરીયાત અને પ્રાથમિકતાના આધારે વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. હવે મંજૂર થયેલા કામોને માત્ર કાગળ પરની કાર્યવાહી પૂરતા ન રાખી વાસ્તવિક રીતે જમીન પર ઉતારવા અને સમયસર પૂર્ણ કરવા નગરપાલિકા તંત્ર કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તે મહત્વનું રહેશે. આમોદ શહેરમાં રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિતના પાયાના પ્રશ્નો લાંબા સમયથી નગરજનો માટે મુશ્કેલીરૂપ બન્યા છે. ત્યારે અંદાજે રૂ. 9 કરોડના વિકાસકાર્યોને મંજૂરી બાદ મળનારી ગતિથી શહેરની સુવિધાઓમાં કેટલો સુધારો આવે છે તેના પર હવે નગરજનોની નજર રહેશે. ખાસ સામાન્ય સભાની ચર્ચા બાદ વિકાસના દાવાઓ કાગળ પરથી હકીકતમાં ક્યારે અને કેવી રીતે ઉતરે છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
📲Get App