🔥 TRENDING PM Modi to Speak at IIT Delhi’s 57th C... Delhi Air Quality Index Surpasses 500... Delhi Building Collapse: Third Fatalit... धनतेरस पर फारबिसगंज बाजार में कार बिक्... Haryana Farmers Protest Meagre Sugarca... Arun Gupta Sworn In as New Chairman of...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં 9મો રાષ્ટ્રીય પોષણ મહિનો 2026નું ઉદ્ઘાટન, 'આપણી આંગણવાડી, આપણી જવાબદારી' સૂત્ર સાથે
Health

જૂનાગઢમાં 9મો રાષ્ટ્રીય પોષણ મહિનો 2026નું ઉદ્ઘાટન, 'આપણી આંગણવાડી, આપણી જવાબદારી' સૂત્ર સાથે

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 09 Sep 2026, 07:30 PM 👁 94
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય પોષણ મહિનો 2026 ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ વિભાગો વચ્ચે સમન્વયિત પ્રવૃત્તિઓ અને પોષણ શપથ સમારોહનો સમાવેશ થાય છે.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા પોષણ અભિયાનના અંતર્ગત 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2026 સુધી સમગ્ર દેશ અને રાજ્યમાં ‘9મો રાષ્ટ્રીય પોષણ મહિનો – 2026’ની ઉજવણી થઈ રહી છે. જુનાગઢ જિલ્લામાં આ ઉજવણીનું મુખ્ય સૂત્ર ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ રાખવામાં આવ્યું છે.

જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિંહ રાઠૌરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં પોષણ મહિનોના પાંચ મુખ્ય ઉપવિષયો—આહારની વિવિધતા અને પૂરતું પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું ગરમ ભોજન (HCM), સામુદાયિક માલિકી અને જવાબદારી, બાળ વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન (ECCE), તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) ના 10 વર્ષ પૂર્ણતા અને 100 ટકા નોંધણી—વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આરોગ્ય, પંચાયત, શિક્ષણ, કૃષિ, આયુર્વેદ, પાણી પુરવઠા, માહિતી ખાતું અને ICDS સહિતના તમામ સંબંધિત વિભાગોને ગ્રામ્ય, સેજા અને તાલુકા સ્તરે પરસ્પર સંકલન સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવા સૂચના આપી. દૈનિક પ્રવૃત્તિઓને જન આંદોલન ડેશબોર્ડ પર સમયસર અપલોડ કરવાની પણ ખાસ મહત્ત્વ આપ્યું.

બેઠકમાં જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી હેઠળના વિવિધ વિભાગોના વડાઓ, નોડલ અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો, બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્યસેવિકાઓ, બ્લોક કો‑ઓર્ડિનેટર‑પોષણ અભિયાન અને સંબંધિત અધિકારી‑કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

બેઠકના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોષણ શપથ ગ્રહણ કરી, જુનાગઢ જિલ્લામાં પોષણલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
📲Get App