🔥 TRENDING नौशेरा सेक्टर में भारतीय सेना ने पाक अ... साईकृपा सदगुरू फाउंडेशनचा चौथा वर्धापन... कलेक्टर ने जिला चिकित्सालय का निरीक्षण... संत रामपाल जी महाराज ने गरीबों की सहाय... આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામ... यूपी में 15 IAS अधिकारियों के तबादले,...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાના વિક્ટર ગામે જાહેર રસ્તા પર જુગાર રમતા 9 શખ્સો રૂ. 17,590 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
Crime

રાજુલાના વિક્ટર ગામે જાહેર રસ્તા પર જુગાર રમતા 9 શખ્સો રૂ. 17,590 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 03 Oct 2026, 03:44 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મરીન પીપાવાવ પોલીસ દ્વારા રાજુલા તાલુકાના વિક્ટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાંથી જાહેર રસ્તા પર જુગાર રમતા 9 જુગારીઓને રૂ. 17,590 ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

રાજુલા તાલુકાના વિક્ટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાંથી 9 જુગારીઓને રૂ. 17,590 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. મરીન પીપાવાવ પોલીસમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, વિક્ટર ગામમાં રાજુભાઈ બાબુભાઈ વાજાની પાન-માવાની દુકાન સામે જાહેર રસ્તા પર ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન, મનસુખભાઈ ઉર્ફે માનસંગ ભાલાભાઈ બારૈયા, રાજદીપભાઈ જાદવભાઈ બાંભણીયા, સુરેશભાઈ ભીખાભાઈ મકવાણા, રામભાઈ નાથાભાઈ મકવાણા, શૈલેષભાઈ જીવાભાઈ શીંગડ, સુરેશભાઈ ભગુભાઈ જોગીયા, ચિનુભાઈ લખમણભાઈ ગુજરીયા, સંતોષભાઈ કાળુભાઈ સોલંકી અને બાબુભાઈ રૂપાભાઈ સાંજોટને રોકડ રકમ રૂ. 17,590 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.

આ સમગ્ર બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝીંઝાળા વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.
📲Get App