🔥 ट्रेंडिंग कुकी‑जो परिषद ने मणिपुर जनगणना से पहले... 2027 के ONE चुनाव के बाद मणिपुर विधानस... असम के टैक्सी ऑपरेटरों ने मेघालय की सु... रूपोहैट के 10 युवाओं ने मेघालय में फँस... मेघालय टैक्सी संघों ने हड़ताल रद्द की लालड़ू, मोहाली में सरकारी शीशम का पेड़...
24 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ભાવનગરના પાલીતાણામાં નકલી દારૂ પીવાથી 9 યુવકોની તબિયત લથડી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 अग. 2026, 08:00 AM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરના પાલીતાણા પંથકમાં કથિત રીતે નકલી વિદેશી દારૂ પીવાને કારણે નવ યુવકો ગંભીર રીતે બીમાર પડ્યા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં નકલી વિદેશી દારૂ પીવાને કારણે એકસાથે 9 યુવકોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

તબિયત લથડતા તમામ અસરગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6 યુવકોને પાલીતાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 યુવકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાલમાં આ તમામ યુવકોની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
📲Get App