🔥 TRENDING અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલએ કેન્સ... ફતેપુરા - અમદાવાદ રૂટની બસને માળિયા નજ... पीआरडी जवानों को योगी सरकार की बड़ी सौ... જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં નરેન્દ્ર... ગઢડા વિધાનસભા: કોંગ્રેસના પૂર્વ કાર્યક... અમરેલીમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ એક...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસએ 9 આરોપીઓને ધરપકડ કરી, 11 હજુ ફરાર

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 18 Sep 2026, 01:06 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા 9 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓ હજુ ફરાર છે.

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા 9 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓ હજુ ફરાર છે. ટીમનું નેતૃત્વ સહાયક પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી દ્વારા કરવામાં આવે છે અને તપાસ ચાલુ છે.

તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ SD PAY/APNA PAY એપ્લિકેશન મારફતે 1,000 થી 25,000 રૂપિયા સુધીના રોકાણ પર દૈનિક 0.16%, 25,000 થી 1 લાખ રૂપિયા સુધી 0.20%, 1 લાખ થી 5 લાખ રૂપિયા સુધી 0.25% અને 5 લાખથી વધુ રોકાણ પર દૈનિક 0.30% વળતર આપવાની લાલચ આપી હતી. સાથે જ રેફરલ મારફતે નવા સભ્યો જોડવા બદલ વિવિધ સ્તરોમાં કમિશન અને બોનસની લાલચ પણ આપવામાં આવતી હતી.

પ્રથમ લેવલમાં 271 લોકોનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને કુલ અંદાજે 1.5 થી 2.5 લાખ લોકો SD PAYમાં રોકાણ કરાવ્યા હતા. એપ્લિકેશનમાં 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા છે. આરોપીઓ અને સંબંધિત કંપનીઓના 18 બેંક ખાતાઓમાં કુલ 1,598 કરોડ રૂપિયા જમા થયેલા હોવાનું જાણવા મળ્યું, અને NCCRP પોર્ટલ પર 195 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી.

SD PAY કંપની સાથે જોડાયેલી S.D. HUB (OPC) Pvt. Ltd., Shiv Dharati Communication Pvt. Ltd., Shivdharti Technology Pvt. Ltd., UPAY DIGI PAYMENT INDIA Ltd., UPAY DIGI INDIA Pvt. Ltd., U PAYMENT INDIA Ltd. અને HUSTLENEST Pvt. Ltd. જેવી કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. અત્યાર સુધી 242 સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા છે અને 35 થી 40 બેંક ખાતાઓ 6 આરોપીઓ માટે મળી આવ્યા છે. તપાસ ચાલુ છે અને વધુ રોકાણકારોની તપાસ ચાલુ છે.
📲Get App