🔥 ट्रेंडिंग जानराववाडीतील झेडपी शाळेतील आरओ प्लांट... રાપરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક... थौबल में मोलभाव के मामले में तीसरा आरो... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਮਾਮਲੇ 'ਤੇ ਅਕਾਲੀ ਦਲ ਦੇ ਵਫ਼... बैतूल जिला चिकित्सालय की व्यवस्थाएं सु... ନାବାଳିକାଙ୍କ ପେଟରୁ ବାହାରିଲା ୨୦ କେଜି ଓଜନ...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહેસાણાના પાંચોટ ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને 87,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપ્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 23 अक्टू. 2026, 11:38 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ પાંચોટ ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતો પકડી પાડ્યો.રેઇડ દરમિયાન ચાર ઇસમોને રોકડ રૂપિયા, ગંજીના પાન અને પાથરણી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે..

મહેસાણામાં-:
જુગારના ખેલાડીઓને નિશાન બનાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી છે.મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા મે.પોલીસ અધિક્ષક હિમાશુ સોલંકી (મહેસાણા) ના સૂચનો આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયાએ જિલ્લાના ગામો અને શહેરી વિસ્તારોમાં જુગાર રમાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી..

આ કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ. રાઠોડ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિમલકુમાર લાલજીભાઈ, મહેન્દ્રકુમાર માનસંગભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ડાહ્યાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સચીનકુમાર શિવરામભાઈ સહિતના LCB સ્ટાફે પાંચોટ ગામના બસ સ્ટેશન નજીક આવેલ ભંગારના ડેલાની બાજુમાં ખુલ્લી જગ્યામાં રેઇડ કરી હતી.ત્યાં જાહેરમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે હારજીતનો જુગાર રમી રમાડતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.રેઇડ દરમિયાન પોલીસે કુલ 87,600 રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો છે.આ મુદ્દામાલમાં રોકડ રૂપિયા 87,600/-, ગંજીનાના 52 પાન અને એક પાથરણીનો સમાવેશ થાય છે.ઝડપાયેલા ચારેય ઇસમો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુન્હો નોંધાયો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..

રેઇડ દરમિયાન પકડાયેલા ઇસમોમાં પરષોત્તમભાઈ રણછોડભાઈ પટેલ (રહે. પાંચોટ, ઉમીયાનગર સોસાયટી હાઇવે રોડ નજીક, તા. મહેસાણા), બેચરજી બચુજી ઠાકોર (રહે. શખેશ્વર, ખોડીયાર નગર 108 ની સામે, તા. શખેશ્વર, જિ. પાટણ), પ્રહલાદભાઈ સોનાજી ઠાકોર (રહે. હારીજ, નાના ગણપતિ મંદિર પાસે, ઠાકોરવાસ, તા. હારીજ, જિ. પાટણ) અને મહેશભાઈ દેવજીભાઈ પરમાર (રહે. મહેસાણા, 75 ગુજરાત હાઇસિંગ બોર્ડ, સોમનાથ રોડ, તા. મહેસાણા)નો સમાવેશ થાય છે.
📲Get App