મઘવાસમાં માનવતાની મહેક: 87 યુવાનોએ કર્યું રક્તદાન
મહીસાગર: રક્તદાન એ જ મહાદાન નો સંદેશ - મઘવાસ PHC માં સફળ કેમ્પ
નમસ્કાર, હું છું આપની દોસ્ત...
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મઘવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.
અહીં યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પમાં કુલ 87 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી, સમાજને એક નવો સંદેશ આપ્યો છે.
રક્તદાન કેમ્પ દરમિયાન ગામના યુવાનો, આરોગ્યકર્મીઓ અને સ્થાનિક સહયોગીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌના સહકારથી આ કેમ્પ સંપૂર્ણ સફળ રહ્યો.
આપણે સૌ જાણીએ છીએ કે, રક્તદાન એ મહાદાન છે. તમારા દ્વારા આપેલું એક યુનિટ રક્ત, કોઈ જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાયી બની શકે છે.
આ પ્રસંગે કેમ્પમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, રક્તદાતાઓ અને ખડે પગે સેવા આપનાર આરોગ્યકર્મીઓ તથા સહયોગી ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મઘવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો એક જ સંદેશ છે...
જનસેવા એ જ પ્રભુસેવા.
"રક્તદાન કરો, જીવન બચાવો."
લુણાવાડા, મહીસાગરથી આ ખાસ અહેવાલ.