🔥 ट्रेंडिंग ગીરગઢડા અને ઉના ખાતે શ્રી પ્રવીણભાઈ તો... ગોધરા: ઉમરપૂરથી મીઠાલી વાયા ગોધરા રૂટ... ਗੁਰਜੀਤ ਤੂਤ ਦੇ ਭੋਗ ਸਮਾਗਮ ਮੌਕੇ ਗੁਰਪ੍ਰੀਤ... સુરત: 5 વર્ષની બાળકીના મોત બાદ MLA કુમ... ਬੰਦ ਦੌਰਾਨ ਸੜਕ ਵਿਚਕਾਰ ਫਸਿਆ ਲਾੜਾ, ਹਾਲਾਤਾ... પેટલાદના સ્ટેશન રોડ પર રખડતા ઢોરનો ત્ર...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહુધા વિધાનસભાના પણસોરા-અલીણા-લાડવેલ માર્ગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 84 કરોડ રૂપિયા મંજૂર

✍️ रिपोर्टर: Bhadreshkumar Solanki 🗓 21 अग. 2026, 09:32 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની રજૂઆત બાદ રાજ્ય સરકારે મહત્વના માર્ગના નિર્માણ માટે 84 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.

મહુધા વિધાનસભા મતવિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારના પણસોરા, અલીણા અને લાડવેલને જોડતા માર્ગના વિકાસ અને સુધારણા માટે રાજ્ય સરકારે 84 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે.

આ અંગે માહિતી આપતા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, આ માર્ગના નિર્માણ માટે તેમના દ્વારા સતત પ્રયાસો અને રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્યની આ રજૂઆતોને રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળતા હવે આ પ્રોજેક્ટ માટે જરૂરી નાણાકીય મંજૂરી મળી ગઈ છે.

આ માર્ગના વિકાસથી સ્થાનિક નાગરિકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. સરકારની આ મંજૂરી બાદ હવે આગામી સમયમાં રસ્તાના કામગીરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
📲Get App