🔥 ट्रेंडिंग हनुमान बेनीवाल की टिप्पणी जरूर जांच हो... राज्यसभा में नेता प्रतिपक्ष मल्लिकार्ज... সালার পুলিশের পরপর তিন সাফল্য, স্কুটি... कांकेर में बस्तर फाइटर के सिर्फ 125 पद... સુરતના સરથાણામાં મહિલા ચોર ગેંગનો ખેલ:... ਲੱਖੇ ਸਿਧਾਣੇ ਬਾਰੇ ਖਬਰ ਚੱਲ ਰਹੀ ਹੈ ਕਿ ਉਸ...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તક પસંદગી પામેલા 8000થી વધુ નવનિયુક્ત વિદ્યા સહાયકોને આજે ભલામણ પત્રવિતરણ કરવામાં આવ્યું હતું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 02 नव. 2026, 07:52 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તક પસંદગી પામેલા 8000થી વધુ નવનિયુક્ત વિદ્યા સહાયકોને આજે ભલામણપત્રનું શિક્ષણ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રિમંદિર, અડાલજ ખાતે આયોજિત સમારોહમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ તમામ નવનિયુક્ત વિદ્યા સહાયકોને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરનારા અમૃતકાળના સાચા પ્રહરી ગણાવી શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યા સહાયકોની આ પારદર્શી ભરતીમાં પસંદગી પામેલ 6000થી વધુ મહિલા ઉમેદવારોને શિક્ષણ ક્ષેત્રે વધી રહેલા નારી શક્તિના દબદબાનું પ્રતીક ગણાવી હતી. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો અભિગમ આજે વટવૃક્ષ બની ચૂક્યો હોવાનું જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકના પદનું ગૌરવ રેખાંકિત કરવાની સાથોસાથ શિક્ષકોને ડિજિટલ અને સોશિયલ મિડિયાનો વિવેકપુર્ણ ઉપયોગ કરવાની તાકિદ પણ કરી હતી.
📲Get App