🔥 TRENDING ग्राम सेमरी कमालपुर में रामलीला का भव्... Kiara Advani Spends Beach Day with Hus... Vijay Varma Supports Anti-CEC Protests... Salman Khan Warns Paparazzi of Strict... Autopsy Reveals Cause of Nana Patekar'... Mahaveer Jain Films Unveils Kannada Sc...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉપલેટાના કાથરોટા ગામે નકલી દૂધનું કૌભાંડ ઝડપાયું: 800 લિટર બનાવટી દૂધ અને પાવડર જપ્ત
Crime

ઉપલેટાના કાથરોટા ગામે નકલી દૂધનું કૌભાંડ ઝડપાયું: 800 લિટર બનાવટી દૂધ અને પાવડર જપ્ત

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 23 Aug 2026, 12:17 AM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કુતીયાણા બાદ હવે ઉપલેટાના કાથરોટા ગામે પામ તેલ અને દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું નકલી દૂધ પાટણવાવ પોલીસે ઝડપી પાડ્યું છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. કુતીયાણામાં મળેલી સફળતા બાદ, પાટણવાવ પોલીસે બાતમીના આધારે કાથરોટા ગામે દરોડો પાડીને બનાવટી દૂધ બનાવતા કેન્દ્રનો પર્દાફાશ કર્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અહીં પામ તેલ અને દૂધ પાવડરનો ઉપયોગ કરીને ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 800 લિટર નકલી દૂધ અને 200 કિલો દૂધ પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પાટણવાવ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલી મોટી માત્રામાં નકલી દૂધનો જથ્થો ઝડપાતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
📲Get App