स्थानीय
તિલકવાડામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, શિક્ષિકા હેમલતાબેનનું સન્માન
यहाँ देखें:
▶️ YouTube
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન અલવા પ્રાથમિક શાળાની શિક્ષિકા હેમલતાબેન તડવીને 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે સન્માનિત કરવામાં આવી.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ), તિલકવાડા ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષકો, કર્મચારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયેલો રહ્યો હતો.
આ પ્રસંગે અલવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા શ્રીમતી હેમલતાબેન તડવીની શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રતિભાને ધ્યાનમાં લઈને તેમની ‘પ્રતિભાશાળી શિક્ષક’ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસના ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી હેમલતાબેન તડવીને મળેલું આ સન્માન અલવા પ્રાથમિક શાળા, તિલકવાડા તાલુકા તેમજ સમગ્ર નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત બની રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની ફરજને નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવતા શિક્ષકનું તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં સન્માન થવું સમગ્ર શિક્ષક સમાજ માટે પણ ગૌરવની ક્ષણ છે.
હેમલતાબેન તડવીની આ સિદ્ધિ અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમના સન્માન બદલ ઉપસ્થિત સૌએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ કામગીરી કરી શાળા, તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.