🔥 TRENDING Ranabaali's Day 3 Box Office Stalls Am... Union Minister Rijiju says regime chan... Sikkim Bar Association Calls on Presid... Bidar news Arunachal CM Urges Border Tourism at S... Arunachal Pradesh Cabinet Commends PM...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભિલોડા-વિજયનગર હાઈવે પર બે બાઈકની ટક્કર, 8 વર્ષની બાળકી સહિત 3નાં મોત

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 19 Oct 2026, 10:34 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સિલાસણ પાટિયા ખાતે બે બાઈક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનામાં 8 વર્ષની માસૂમ બાળકી અને મામા-ભાણીનો પણ સમાવેશ છે.

ભિલોડા-વિજયનગર હાઈવે પર સિલાસણ પાટિયા ખાતે બે બાઈક વચ્ચે ધડાકાભેર સામસામી ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. મૃતકોમાં 8 વર્ષની માસૂમ બાળકી અને મામા-ભાણીનો પણ સમાવેશ થતો હોવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માતમાં અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં સારવાર બાદ તેમને હિંમતનગર અને અમદાવાદની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ, 108 ઈમરજન્સી ટીમ અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App